રાજ્ય સરકારના પ્રતિબંધ અનુસાર હવેથી 15 જાન્યુઆરી સુધી રાતના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટ, બાર સહિતની બીજી દુકાનો હવે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
બીજી તરફ 15 જાન્યુઆરી સુધી સ્ટેડિયમ, પાર્ક, જીમ, ઝૂ, પ્રવાસન સ્થળ અને શૈક્ષણિક સંસ્થાન પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાના કેસ વધતા ઝારખંડ સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી હેમંત સોરેનની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં કેટલાક નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યાં છે.
સ્ટેડિયમ, આઉટડોર, ઇન્ડોર, પાર્ક, જીમ, ઝૂ, સ્વિમિંગ બ્રિજ, ટૂરિસ્ટ સ્પોટ બંધ રહેશે…..
સ્કૂલ-કૉલેજ બંધ થઈ ગઈ છે, જે માત્ર વહીવટી કાર્યો માટે 50 ટકા હાજરી સાથે ખુલવાની મંજૂરી…..

મોલ, રેસ્ટોરન્ટ, બેંક્વેટ હોલ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે……
લગ્ન અને અંતિમ સંસ્કારમાં માત્ર 100 લોકોને જ ભાગ લેવાની મંજૂરી….
રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે, સામાન્ય સમય સુધી દવાની દુકાનો ખુલ્લી રહેશે…..
હોલ, રેસ્ટોરાં, બાર અને શોપિંગ મોલ્સ 15 જાન્યુઆરી, 2022 સુધી 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે….
બાયોમેટ્રિક સિસ્ટમ વધુ ઓર્ડર સુધી બંધ રહેશે. ઓફિસો 50 ટકા હાજરી સાથે કાર્ય કરશે…..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…