Abhayam News
AbhayamGujarat

નકલી સરકારી કચેરી કૌભાંડ

Fake government office scam

નકલી સરકારી કચેરી કૌભાંડ છોટા ઉદેપુરનાં બોડેલીમાં સિંચાઈ વિભાગની નકલી સરકારી ઑફિસ ઊભી કરી ૪.૧૫ કરોડના કૌભાંડ મામલે સીટની તપાસમાં વધુ એક આરોપીની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત દાહોદ જિલ્લાની પણ સરકારી ગ્રાન્ટ કૌભાંડીઓએ વાપરી હોવાની કેટલીક કડીઓ મળી આવતાં હવે સીટની ટીમે એ દિશામાં પણ તપાસ શરૂ કરી દીધી છે.

Fake government office scam

સીટની બનાવવામાં આવેલી પાંચ જુદી જુદી ટીમ પૈકીની કેટલીક ટીમ દ્વારા છોટા ઉદેપુર જિલ્લામાં આ કૌભાંડીઓ દ્વારા કરવામાં આવેલા કહેવાતા કામોના સ્થળની મુલાકાત લીધી હતી.

નકલી સરકારી કચેરી કૌભાંડ

પ્રાપ્ત માહિતી અનુસાર નકલી સરકારી કચેરી કૌભાંડમાં પોલીસે સંદીપ રાજપૂત અને અબુ બકર સૈયદની ધરપકડ કરીને તેઓની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી. તેઓના છોટા ઉદેપુર તથા વડોદરાના સંપર્ક સ્થાનો પર દરોડા પાડીને દસ્તાવેજો કબ્જે કર્યા હતા. સમગ્ર કૌભાંડમાં સિંચાઈ વિભાગનાં કર્મચારીઓ સંકળાયેલા છે કે નથી તેની પણ તપાસ શરૂ કરી દેવાઈ હતી. નકલી સરકારી ઑફિસ ઉભી કરવાના

આ ચકચારી કૌભાંડમાં મૂળ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામના મૂળ વતની અને હાલ વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અંકિત સુથારની ધરપકડ કરી હતી. અંકિત સુથાર અબ ુબકર સૈયદની ઓફિસમાં બોગસ દસ્તાવેજો ટાઇપ કરી સંદીપ રાજપૂતની સહી કરાવીને આ દરખાસ્તો છોટા ઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરી ખાતે જમા કરાવતો હતો અને સમગ્ર કૌભાંડથી વાકેફ અને સામેલ હતો.

Fake government office scam

તેણે સંદીપ રાજપૂતના નામનું બોગસ આઇકાર્ડ પણ બનાવ્યું હતું. પોલીસે ૯૩ કામોની સાથે સાથે સરકારી કચેરીમાંથી મેળવેલા રૂ. ૪.૧૫ કરોડ ક્યાં ગયા તેની પણ તપાસનું અને આ નાણામાંથી પ્રાયોજના વહીટવદારની કચેરીમાં કોને કોને ચેકના કમિશન પેટે નાણાં ચૂકવ્યા તેની પણ તપાસ હાથ ધરી હતી. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ખેડૂતોએ રસ્તા પર ડુંગળી વેરી નિકાસબંધીનો કર્યો વિરોધ

Vivek Radadiya

તુલસી વિવાહ પર કરો ખાસ ઉપાય 

Vivek Radadiya

સુરત : કમોસમી વરસાદ આફત બનીને ત્રાટક્યો

Vivek Radadiya