ફાસ્ટેગ લગાવ્યા બાદ પણ મળે છે પેનલ્ટી? વાહનમાં ફાસ્ટેગ લગાવ્યા બાદ પણ ટોલ પ્લાઝા પર તમારા પર પેનલ્ટી આવી શકે છે. અમુક વાહનોને ફાસ્ટેગ લગાવ્યા બાદ પણ પેનલ્ટી આપવી પડી છે. લોકોએ તેની ફરિયાદ કરી છે. નેશનલ હાઈવે ઓથોરેટી ઓફ ઈન્ડિયાએ તપાસ કરાવી તો તેનું કારણ સામે આવ્યું છે. તેના બાદ એનએચએઆઈએ વાહન ચાલકોને આ પ્રકારની ભુલ ન કરવાની અપીલ કરી છે.
ફાસ્ટેગ લગાવ્યા બાદ પણ મળે છે પેનલ્ટી?
આ સમસ્યા એ વાહન ચાલકોને થાય છે. જે ક્યારેક હાઈવે પર વાહન ચલાવે છે. ફેબ્રુઆરી 2021થી ફાસ્ટેગ ફરજીયાત થઈ ગયો છે. ત્યારથી ફાસ્ટેગ વાહનમાં લાગેલો હોય તેમ છતાં પેનલ્ટી આપવી પડી રહી છે. વાહન ચાલક તેને લઈને ટોલ કર્મિઓથી ઝગડો પણ કરતા હોય છે. ટોલ કર્મી પણ તેનું કારણ નથી જણાવી શકતા.
જાણો શું છે તેનું કારણ?
માર્ગ પરિવહન મંત્રાલયે ફાસ્ટેગની શરૂઆત વર્ષ 2016 નવેમ્બરમાં કરી હતી. આ મહિના બાદ નવા વાહનોમાં ફાસ્ટેગ જરૂરી કરી દેવામાં આવ્યું હતું. એટલે કે નવેમ્બરતી દરેક વાહન પર શોરૂમ દ્વારા ફાસ્ટેગ લગાવીને આપવામાં આવી રહ્યું છે.
પરંતુ ફાસ્ટેગથી પહેલા ટ્રાન્ઝેક્શન ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું. એટલે કે જો તમે નવેમ્બર 2016માં ગાડી ખરીદી છે તો તમારી ગાડીમાં લગેલું ફાસ્ટેગ ટોલ પ્લાઝામાં કામ નહીં કરે. હવે તમારે તેને બદલવું પડશે.
જો તમારા ફાસ્ટેગમાં બેલેન્સ છે તો આ કરો
વાહન ચાલકોને જુનુ ફાસ્ટેગ હટાવીને નવું લાવવું પડશે. પરંતુ જો ફાસ્ટેગ બેંક એકાઉન્ટથી લિંક છે કે ફાસ્ટેગમાં રૂપિયા છે તો તમારે સંબંધિત બેંક જવું પડશે અને ત્યાં બીજુ ફાસ્ટેગ લઈને વાહનમાં લગાવવું જોઈએ. જુના ફાસ્ટેગમાં બચેલા રૂપિયા નવા ફાસ્ટેગમાં ટ્રાન્સફર કરી લેવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે