Abhayam News
AbhayamNews

પાટીદાર નેતા હાર્દિક પટેલે સીએમ રૂપાણીને શું કરી અપીલ:-જુઓ ફટાફટ

ગુજરાતમાં કોરોના કેસના આંકડા રોજ નવા કિર્તીમાન સ્થાપિત કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 8900થી પણ વધુ કેસ નોંધાયા છે. આ સમયે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ લોકોની મદદ માટે આગળ આવી છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને મદદ કરવા માટે વિનંતી કરી છે.

ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે તો અમને પણ કામ બતાઓ, જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ.
સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશું. લોકો ખૂબ જ તકલીફમાં છે, અભિમાન છોડો અને જનતાનું વિચારો.

ઉલ્લેખનીય છે કે ગતરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા અને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 909902255 શરૂ કર્યો છે. વધુમાં તેમણે જાહેરાત કરી હતી કે સુરત અને અમદાવાદમાં બે નવાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ભલામણ કરાઈ છે. અમદાવાદમાં પાલડી રાજીવ ગાંધી ભવન, ચોથા માળે 50 બેડ ઊભાં કરવા કોંગ્રેસ તૈયાર છે.

અમિત ચાડવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો ઈન્જેક્શન વલખાં મારી રહી છે અને છતાં યુપી સહિત અન્ય રાજ્યમાં ઈન્જેક્શન મોકલવામા આવ્યાં. હોસ્પિટલમાં ઓક્સિજનની પણ કાળાં બજાર ચાલી રહ્યાં છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ મારફત તપાસ કરવો.
સાથે જ તેમણે આગામી સમયમાં મહામારી ગંભીર બને તો સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે કયા પ્રકારનું આગોતરું આયોજન કરાયું છે એ વિશે લોકોને જાણ કરવા માટે શ્વેતપત્ર બહાર પાડવામાં આવે એવી માગણી કરી છે.

Related posts

WhatsApp માં મળનાર AI ચેટબોટને આ રીતે કરી શકાશે ઓન

Vivek Radadiya

પેપર સ્ટ્રોનો ઉપયોગ કરતાં પહેલા ચેતજો!

Vivek Radadiya

જુઓ જલ્દી:-આજે AAPની મોટી જાહેરાત, આવતીકાલે ભાજપની મોટી બેઠક..

Abhayam