ગુજરાતમાં હાલ કોરોના કહેર, મ્યુકરમાઈકોસિસ અને વાવાઝોડાનું ત્રિપલ મુસ્કેલીઓ મંડરાયેલી છે. પરંતુ વાવાઝોડામાંથી મોટું નુકસાન વેઠ્યા બાદ હવે ગુજરાત ઉગરી ગયું છે. એક બાજૂ કોરોનાએ તો લોકોનું જીવવુ મુશ્કેલ કર્યુ છે, ત્યાં હવે રાજ્યમાં મ્યુકરમાઈકોસિસનો પણ લોકો ભોગ બની રહ્યા છે.
આજે આ સિલસિલામાં દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંહ ચૌધરીનું નિધન થયું હોવાની માહિતી મળી છે. ટૂંકી માંદગી બાદ માનસિંહ ચૌધરીનું નિધન થયું છે. દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંહ ચૌધરી 21 દિવસની લડત બાદ કોરોનાને માત આપી હતી. પરંતુ દુર્ભાગ્યવશ માનસિંહ કોરોના માદ મ્યુકરમાઇકોસિસનો ભોગ બન્યા હતા. દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંહ ચૌધરીની સારવાર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ચાલતી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું ટૂંકી માંદગી બાદ નિધન થયુ છે. 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ કોરોનાને હરાવ્યો હતો, કોરોના બાદ માનસિંગ ચૌધરી મ્યુકર માઇકોસિસનો ભોગ બન્યા હતા. મ્યુકરમાઇકોસિસ થતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 10 કરતા વધુ દિવસોથી મ્યુકર માઇકોસિસની સારવાર લઈ રહ્યા હતા. મ્યુકર માઇકોસિસની સારવાર દરમિયાન જ તેમનું મોત નિપજ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ કોરોનામાંથી સાજા થયા બાદ બ્લેક ફંગસ એટલે કે મ્યુકર માઈકોસિસ થવાનું પ્રમાણ વધી ગયુ છે. ગુજરાતમાં પણ હાલ મુખ્ય ચાર મહાનગરોની સિવિલ હોસ્પિટલમાં જ 1100થી વધુ દર્દીઓ છે અને દરેક જિલ્લાઓમાં કેસો નોંધઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર શું આ દિશામા આગળ વધશે કે કેમ ? હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ 470થી વધુ કેસ છે અને રોજની 22થી25 સર્જરી થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે