Abhayam News
AbhayamGujaratSurat

17મી ડિસેમ્બરે પીએમ મોદી સુરત ડાયમંડ બુર્સનું કરશે ઉદ્ઘાટન

PM MODI

સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse)ના ઉદ્ધાટન અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. આગામી 17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે.  આ પહેલા દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સની 983 ઓફિસોમાં નાના-મોટા હીરા ઉદ્યોગપતિઓ પોતાના પરિવાર સાથે કુંભસ્થાપન કરશે.  સુરત ડાયમંડ બુર્સ માટે દશેરાનો દિવસ ઐતિહાસિક બની રહેશે.  આ દિવસે 983 ઓફિસોમાં શાસ્ત્રોકતવિધિ મુજબ કુંભ સ્થાપન કરવામાં આવશે, જેમાં સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સહિત પાંચ હજારની લોકોની ઉપસ્થિતિ રહેશે. આ સાથે 24 ઓક્ટોબરથી સુરત ડાયમંડ બુર્સના ઉદ્ધાટનું કાઉન્ટડાઉન શરૂ થશે.

 

diamond bource

સહકારી ધોરણે રૂ.3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદઘાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે. ઉદઘાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદઘાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે.

હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે. આ ઉપરાંત હીરા બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સ, ઓફિસ સ્ટેશનરી વગેરેની સુવિધાઓ પણ ઉદઘાટન પહેલા બુર્સમાં કાર્યરત કરી દેવામાં આવશે.

આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદઘાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

X પર બ્લુ બેજ સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Vivek Radadiya

સુરત શિક્ષણ સમિતિનું 370 કરોડનું બજેટ 

Vivek Radadiya

સુરતના ઓક્સીજન મેન:-ખરેખર પડદા પાછળના એક લાજવાબ યોધ્ધા…

Abhayam