જાણો કોણ છે આપ કેન્ડિડેટ ચાહત પાંડે ચાર રાજ્યોના વિધાનસભા ચુંટણીના પરિણામ આવી ચુક્યા છે. અહીં ઘણી સીટો એવી પણ છે જેમાં દિગ્ગજ મેદાન પર ઉતર્યા હતા. પરંતુ તેમને ખૂબ જ મોટી હાર મળી છે. હારનારની લિસ્ટમાં તમની કેન્ડિટેડ ચાહત પાંડેનું નામ પણ શામેલ છે. મધ્ય પ્રદેશની દમોહ વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર ચાહત પાંડે ચુંટણી હારી ગઈ.
ફક્ત 2292 વોટ મેળવીને આપ ઉમેદવાર ચોથા નંબર પર રહી છે. આ સીટથી બીજેપીના કદાવર નેતા જયંત મલૈયા 51 હજારથી વધારે વોટોથી જીત નોંધાવી ચુક્યા છે. એક્ટ્રેસના સોશિયલ મીડિયા પર મિલિયનમાં ફોલોઅર્સ છે. પરંતુ વિચારવા વાળી વાત એ છે કે વોટિંગ વખતે તેમને આટલા ઓછા વોટ કેમ મળ્યા.
જાણો કોણ છે આપ કેન્ડિડેટ ચાહત પાંડે
વીડિયોથી ચર્ચામાં આવી ચાહત
એક્ટિંગમાં હિટ રહેનાર ચાહત પાંડે રાજનીતિમાં ફ્લોપ સાબિત થઈ છે. ચાહત પાંડેની જમાનત જપ્ત થઈ ગઈ છે. મુંબઈમાં રહેનાર ચાહતે ચુટીના સમયે મધ્ય પ્રદેશમાં ખૂબ પ્રચાર કર્યો. તે ક્યારેક ટ્રેકટર પર તો ક્યારેક બળદગાડા પર પ્રચાર કરતા હતા.
આ વચ્ચે તેમનો ડાન્સ ‘લડકા આંખ મારે’ પર એક વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ ખૂબ વિવાદ પણ થયો હતો. ચાહતને વોટ ભલે ખૂબ જ ઓછા મળ્યા હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સની સંખ્યા 12 મિલિયનથી વધારે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે