Abhayam News
AbhayamGujaratNews

જયસુખ પટેલને હાઇકોર્ટથી મળ્યો ઝટકો

જયસુખ પટેલને હાઇકોર્ટથી મળ્યો ઝટકો

જયસુખ પટેલને હાઇકોર્ટથી મળ્યો ઝટકો ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે.ત્યારે હવે જયસુખ પટેલનો જેલવાસ વધુ લંબાશે. ગત સુનાવણીમાં હાઇકોર્ટે તમામ પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો.જયસુખ પટેલને હાઇકોર્ટથી મળ્યો ઝટકો

ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે.ત્યારે હવે જયસુખ પટેલનો જેલવાસ વધુ લંબાશે. ગત સુનાવણીમાં હાઇકોર્ટે તમામ પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો.

યોગ્ય શરત સાથે જામીન આપવા કરી હતી રજૂઆત

આરોપી જયસુખ પટેલે તેના નિયમિત જામીન આપવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી.જો કે આ વિનંતીને ગુજરાત હાઇકોર્ટે નામંજુર કરી છે.જયસુખ પટેલે હાઇકોર્ટ સમક્ષ જામીન આપવા માટે વિનંતી કરતા કહ્યું હતું કે, યોગ્ય શરત પર તેમને નિયમીત જામીન આપવામાં આવે. જયસુખ પટેલે ગત સુનાવણી દરમિયાન રજૂઆત કરતા કહ્યું હતું કે, મેં કોઈને જાણી જોઇને નથી માર્યા. મેં લોકોની સેવા કરવા માટે જ આ પ્રોજેક્ટ હાથ પર લીધો હતો. રાજ્ય સરકારના કહેવાથી જ આ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો હતો.

મૃતકોના પરિવારજનોએ કર્યા હતો જામીનનો વિરોધ

આ તરફ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનોએ જયસુખ પટેલને જામીન આપવા સામે વિરોધ કર્યો હતો. મૃતકોના સ્વજનોએ આક્ષેપ કર્યો કે માત્ર પૈસા કમાવવાની લાલચમાં જ લોકોનો જીવ લેવાયો છે. આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરે કે સાક્ષીઓને ધમકાવે તેવી પણ શકયતા છે. આમ આરોપીને કોઈપણ રીતે જામીન નહીં આપવા માટે મૃતકોના સ્વજનો તરફથી રજૂઆત કરવામાં આવી હતી.

સરકારે જયસુખ પટેલને જામીન આપવા કર્યુ હતુ સમર્થન

મહત્વનું છે કે સરકારે જયસુખ પટેલને જામીન મળે તે માટે સમર્થન આપ્યુ હતુ. ગત સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલો કરી હતી કે જયસુખ પટેલ નાસી છૂટે એવો આરોપી નથી. જયસુખ પટેલને જામીન મળે તે સામે સરકારને કોઈ વાંધો નથી. ચાર્જફ્રેમમાં લાંબો સમય લાગે તેમ છે તથા કેસમાં સાક્ષીઓ પણ વધારે હોવાથી સમય લાગે એમ છે. આવા સંજોગોમાં જેલમાં રહેવાથી જયસુખ પટેલના ઉદ્યોગો પર અસર પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરત:-આ શાળામાં ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા સ્કૂલ 7 દિવસ માટે બંધ…

Abhayam

IPL 2024 પહેલા ઉથલપાથલના એંધાણ

Vivek Radadiya

વિશ્વની સૌથી મોટી લોકશાહી અમને ગર્વ છે: PM મોદી

Vivek Radadiya