Abhayam News
AbhayamGujaratSportsSurat

સુરતમાં યોજાશે લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ફાઇનલ

The final of Legends Cricket League will be held in Surat

સુરતમાં યોજાશે લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ફાઇનલ હાલમાં ચાલી રહેલી લિજેન્ડ્સ ક્રિકેટ લીગની સીઝનની અંતિમ ઘડીઓ છે. ત્યારે આ લીગની ફાઇનલ મેચ સુરતમાં રમાશે. સુરત ખાતે 5 ડિસેમ્બરથી ક્વોલિફાયર રાઉન્ડની શરૂઆત થઈ રહી છે. આ માટે તમામ ક્રિકેટરોએ સુરત ખાતે પહોંચ્યા છે. રાંચી, દેહરાદૂન, જમ્મુ, વિશાખાપટ્ટનમના પ્રવાસ બાદ હવે આ ટીમ સુરત એરપોર્ટ પર પહોંચી જ્યાં દિગ્ગજ ખેલાડીઓનું સ્વાગત કરાયું. સુરત શહેરમાં ફાઈનલ રમાશે જેને લઈ સુરતવાસીઓ ખુબ જ ખુશ છે.

The final of Legends Cricket League will be held in Surat

લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ગ્રુપ સ્ટેજની મેચો 18 નવેમ્બર 2023 થી શરૂ થઈ છે. જ્યારે ક્વોલિફાયર, એલિમિનેટર, ક્વોલિફાયર 2 અને ફાઇનલ 9 ડિસેમ્બરે રમાશે. સુરત ખાતે આ તમામ મેચ રમાવાની છે. જેને જોવા માટે ચાહકો આતુર છે.

લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં કુલ 6 ટીમ રમી હતી. જેમાં ભીલવાડા કિંગ્સ બીજી ગુજરાત જાયન્ટસ, ત્રીજી ટીમ ઈન્ડિયા કેપિટલ્સ, ચોથી ટીમ મણિલાલ ટાઈગર્સ તો પાંચમી સદર્ન સુપરસ્ટાર્સ અને છેલ્લી ટીમ અર્બનરાઈઝર્સ હૈદરાબાદ છે. હવે સુરત ખાતે મેચને લઈ ક્રિકેટ દિગ્ગાજો સુરત પહોંચ્યા છે.

સુરતમાં યોજાશે લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ફાઇનલ

The final of Legends Cricket League will be held in Surat

5 ડિસેમ્બર, 2023 ક્વોલિફાયર 1, સુરત, સાંજે 7 વાગ્યે રમાશે, તેમજ 6 ડિસેમ્બર, 2023 એલિમિનેટર સુરત, સાંજે 7 વાગ્યે અને 7 ડિસેમ્બર, 2023 ક્વોલિફાયર 2, સુરત, સાંજે 7 વાગ્યે ટક્કર જોવા મળશે. 9 ડિસેમ્બર 2023 ફાઈનલ પણ સુરત શહેરમાં જ રમાશે. આ મેચ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અકસ્માત: સુરતના 3 કોરોના વૉરિયર્સનું સૌરાષ્ટ્રથી પરત ફરતા બરોડા નજીક મૃત્યુ

Abhayam

અર્થતંત્રનું ઐતિહાસિક પ્રદર્શન

Vivek Radadiya

જર્સી નંબર 7 અને વર્લ્ડ કપ ટ્રોફી

Vivek Radadiya