ભારતે વર્લ્ડ કપ 2023માં સતત પાંચમી જીત મેળવી છે. ભારતીય ટીમે ધર્મશાળામાં ન્યુઝીલેન્ડને 4 વિકેટેથી હરાવ્યું છે. આ મેચમાં કોહલીએ ધમાકેદાર ઈનિંગ રમી હતી
- વર્લ્ડ કપ 2023માં ભારતની સતત પાંચમી જીત
- ધર્મશાળામાં ન્યુઝીલેન્ડને 4 વિકેટેથી હરાવ્યું
- સેમિફાઈનલ માટે ભારતનો રસ્તો સાફ
ભારતે વર્લ્ડ કપ 2023માં સતત પાંચમી જીત મેળવી છે. ભારતીય ટીમે ધર્મશાળામાં ન્યુઝીલેન્ડને 4 વિકેટેથી હરાવ્યું છે. વિરાટ કોહલીએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 95 રન ફટકાર્યા છે અને સદી પૂરી શક્યા નહોતા. આ મેચમાં કોહલીએ ધમાકેદાર ઈનિંગ રમી હતી અને મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરીને 5 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાની જીત
મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી
મોહમ્મદ શમીની સાથે સાથે અન્ય બોલરોએ પણ મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. ન્યુઝીલેન્ડ 50 ઓવરમાં ઓલઆઉટ થઈ હતી અને 273 રન કર્યા હતા. આ દરમિયાન મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 54 રન આપીને 5 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી છે. ટીમ ઈન્ડિયાની જીત
ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી
ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં 5 મેચ રમી છે અને તમામ મેચમાં જીત મેળવી છે. ભારત પાસે 10 પોઈન્ટે છે અને આ જીતની સાથે સેમિફાઈનલ માટે ભારતનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારતીય ટીમે 4 મેચ રમવાની છે. ન્યુઝીલેન્ડે પાંચ મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે અને તેમની પાસે 8 પોઈન્ટ છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…