Abhayam News
AbhayamSports

ડિઝની+ હૉટસ્ટાર પર 4.3 કરોડ લોકોએ લાઇવ જોઇ INDVsNZ મેચ, ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ 2023ની 21મી મેચ ધરમશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચને એક સાથે ડિઝની+હૉટસ્ટાર પર 4.3 કરોડ લોકોએ લાઇવ જોઇ છે. જેનાથી ડિઝની+હૉટસ્ટાર પર એક નવો રેકોર્ડ બની ગયો છે. આ પહેલા આંતરરાષ્ટ્રીય મેચમાં વર્લ્ડકપ 2023માં ભારત અને પાકિસ્તાનની મેચને 3.5 કરોડ લોકોએ એક સાથે જોઇ હતી. હૉટસ્ટાર પર વર્લ્ડકપનું લાઇવ સ્ટ્રીમિંગ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર મફતમાં થઇ રહ્યું છે.ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ

ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ

ધરમશાળામાં 274 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ વિરાટ કોહલીની 95 રનની ઇનિંગ્સની મદદથી 2 ઓવર પહેલા જ મેચને જીતી લીધી હતી. વિરાટ કોહલી રમતો હતો ત્યારે 4.3 કરોડ દર્શક એક સાથે મેચ જોઇ રહ્યાં હતા. મેચની લાઇવ સ્ટ્રીમિંગે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

પોઇન્ટ ટેબલમાં ભારત ટોપ પર

વર્લ્ડકપ 2023માં સતત પાંચમી જીત સાથે ભારત પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે.ભારત હવે ટૂર્નામેન્ટમાં એકલી ટીમ છે જે એક પણ મેચ હારી નથી.ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ

જીત પછી રોહિત શર્માએ શું કહ્યું?

ભારતીય ક્રિકેટ ટીમની જીત પછી કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત થઇ છે, અડધુ કામ થઇ ગયું છે, બેલેન્સ બનાવી રાખવુ જરૂરી છે. આપણે ભવિષ્ય નહીં વર્તમાનમાં જીવવાનું છે. મોહમ્મદ શમીએ તકનો બન્ને હાથથી ફાયદો ઉઠાવ્યો. એક સમયે 300થી વધુ રનનો સ્કોર લાગતો હતો. અમારા બોલરોને ક્રેડિટ જાય છે. હું પોતાની બેટિંગને એન્જોય કરી રહ્યો છું. વચ્ચેની ઓવરમાં અમે કેટલીક વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી અને જાડેજાએ અમને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા. ફિલ્ડિંગ એક એવુ ડિપાર્ટમેન્ટ છે, જેની પર અમે ગર્વ કરતા હતા પરંતુ આજે અમારી ફિલ્ડિંગ ખરાબ રહી હતી. રવિન્દ્ર જાડેજા વિશ્વનો બેસ્ટ ફિલ્ડર છે. આવી વસ્તુ થતી હોય છે, અમને ખબર છે કે ફિલ્ડિંગથી જ આગળનો રસ્તો નક્કી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

PM મોદીએ હિમાચલ પ્રદેશને આપી આટલા હજાર કરોડની ભેટ…

Abhayam

મોરબીમાં યુવકને માર મારવાનો મામલો

Vivek Radadiya

ભારત 30 ટ્રિલિયનની ઈકોનોમી બનશે

Vivek Radadiya