Abhayam News
AbhayamPolitics

કોંગ્રેસના નેતા ધીરજ સાહુના રહેણાંક અને વ્યવસાયિક સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા

Income tax raids on residential and business premises of Congress leader Dheeraj Sahu

કોંગ્રેસના નેતા ધીરજ સાહુના રહેણાંક અને વ્યવસાયિક સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા આવકવેરા વિભાગની ટીમે ગઈકાલ બુધવારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના રાંચી અને લોહરદગા સ્થિત નિવાસસ્થાન સહિત 5 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન આવકવેરા વિભાગને સંસદસભ્યના રહેઠાણ અને વ્યવસાયિક સ્થળોએથી અધધધ કહી શકાય એટલી મોટી માત્રામાં રોકડ મળી આવી છે.

Income tax raids on residential and business premises of Congress leader Dheeraj Sahu

કોંગ્રેસના નેતા ધીરજ સાહુના રહેણાંક અને વ્યવસાયિક સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા

ઝારખંડમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના રહેણાંક અને વ્યવસાયિક સ્થળોએથી મોટી માત્રામાં રોકડ મળી આવી છે. ધીરજ સાહુના રહેણાંકેથી ચલણી નોટોથી ભરેલો આખો કબાટ મળી આવ્યો છે. ચલણી નોટ ભરેલ કબાટ જોઈને તો એક સમયે એવું જ લાગે કે કોઈ બેંકની તિજોરી છે.

Income tax raids on residential and business premises of Congress leader Dheeraj Sahu

રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ત્યાંથી પકડાયેલ કુલ રોકડ રકમ હજુ સુધી આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી. ચલણી નોટોની ગણતરી હજુ ચાલુ છે. આ રોકડ રકમ બુધવારે રાંચી અને લોહરદગામાં આવેલ સાંસદના નિવાસસ્થાન સહિત પાંચ સ્થળોએ ઇન્કમટેક્સના દરોડામાં મળી આવી હતી.

Income tax raids on residential and business premises of Congress leader Dheeraj Sahu

રાંચીના રેડિયમ રોડ પર આવેલા સાંસદના નિવાસસ્થાન સુશીલા નિકેતન ઉપરાંત ઓડિશાના બાલાંગિર, સંબલપુર અને કાલાહાંડીમાં એક-એક જગ્યાએ ગઈકાલે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓએ રાંચીના રેડિયમ રોડ પરના તેમના નિવાસસ્થાને કામ કરવા આવતા કામદારોને પણ ઘરેથી જ પાછા મોકલી દીધા હતા.

આવકવેરાની ટીમે લોહરદગા સ્થિત નિવાસસ્થાને પણ દસ્તાવેજોની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન બહારથી કોઈને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. સવારથી મોડી રાત સુધી આવકવેરા વિભાગની ટીમ દસ્તાવેજોની ચકાસણીમાં વ્યસ્ત હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

હવે ઈન્કમટેક્સમાં ઇમેઈલથી રજૂઆત કરીને એડવાન્સ રૂલિંગ મેળવી શકાશે….

Abhayam

બેન્ક ખાનગીકરણ સામે આજથી રાજ્યના 25,000 બેન્ક કર્મચારીઓની હડતાળ…

Abhayam

કોરોનાની વાયબ્રન્ટ સમિટ પર અસર નહીં થાય

Vivek Radadiya