એક દેશ એક ચૂંટણીને લઈને કાયદા પંચની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ભારતના ચૂંટણી પંચ એટલે કે ECIએ નવી સિસ્ટમ લાગુ કરવા માટે એક વર્ષનો સમય માંગ્યો છે.
- વન નેશન વન ઈલેક્શનને લઈને કાયદા પંચની તૈયારીઓ ચાલી રહી છે
- ECIએ નવી સિસ્ટમ લાગુ કરવા માટે એક વર્ષનો સમય માંગ્યો
- એકસાથે ચૂંટણી યોજાય તો કેટલા EVM મશીનોની જરૂર પડશે?
વન નેશન વન ઈલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણીને લઈને કાયદા પંચની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં કાયદા પંચ રિપોર્ટ તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન એવા અહેવાલ છે કે ભારતના ચૂંટણી પંચ એટલે કે ECIએ નવી સિસ્ટમ લાગુ કરવા માટે એક વર્ષનો સમય માંગ્યો છે. આ માટે પંચે પર્યાપ્ત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બનાવવા જેવા ઘણા કારણો દર્શાવ્યા છે.
કેટલા EVM મશીનોની જરૂર પડશે?
કેટલા EVM મશીનોની જરૂર પડશે?
2024 અને 2029માં એકસાથે ચૂંટણી યોજાય તો ચૂંટણી પંચે કાયદા પંચને મશીનોની સંખ્યા અંગે જાણ કરી છે. અંહિયા મહત્વનું છે કે વોટિંગ મશીનમાં ત્રણ ભાગો હોય છે, જેમાં કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPATનો સમાવેશ થાય છે. 2024 સુધીમાં વધુ 11.49 લાખ કંટ્રોલ યુનિટ, 15.97 લાખ બેલેટ યુનિટ અને 12.37 લાખ VVPATની જરૂર પડશે અને આ બધા માટે 5200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે જ વન નેશન વન ઈલેક્શન માટે 2029માં ECIને 53.76 લાખ બેલેટ યુનિટ, 38.67 લાખ કંટ્રોલ યુનિટ અને 41.65 લાખ VVPATની જરૂર પડશે. તેનું મુખ્ય કારણ મતદાન મથકો અને મતદારોની વધતી સંખ્યા છે.
ચૂંટણી પંચ શેનાથી ચિંતિત છે
ચૂંટણી પંચ શેનાથી ચિંતિત છે
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર અને ચિપ્સની અછતથી ચિંતિત છે. સાથે જ કાયદા પંચ સાથેની બેઠકમાં ECIએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. મુખ્યત્વે EVM અને VVPAT એટલે કે વેરીફાઈબલ, પેપર ઓડિટ ટ્રેઈલ મશીનોમાં વપરાય છે. હવે ખાસ વાત એ છે કે 2024માં થનારીલોકસભા ચૂંટણીમાટે ECને લગભગ 4 લાખ મશીનની જરૂર છે. મશીનોની વર્તમાન જરૂરિયાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
આ પહેલા પણ ચૂંટણી પંચે સંસદની સ્થાયી સમિતિ સમક્ષ સેમિકન્ડક્ટરની અછતનો ઉલ્લેખ કર્યો છે. અહેવાલ મુજબ, ECI ઉત્પાદન વધારવા માટે ખાનગી ઉત્પાદકો પાસે મશીનો બનાવવાની વિરુદ્ધ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંચને આશંકા છે કે લોકોનો વિશ્વાસ અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર નોંધપાત્ર અસર થશે.
શું છે વન નેશન-વન ઈલેક્શન
શું છે વન નેશન-વન ઈલેક્શન
વન નેશન-વન ઈલેક્શન એટલે દેશમાં લોકસભા અને વિધાનસભા, રાજ્યસભાની ચૂંટણીઓ એકીસાથે યોજવી, હાલમાં પાંચ વર્ષ પૂરા થયા બાદ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાય છે પરંતુ એક જ સમયે આખા દેશમાં ચૂંટણીઓ થાય તો ઘણો બધો ખર્ચ બચી જાય તેથી સરકાર વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શનની વેતરણમાં છે.
એકી સાથે ચૂંટણી યોજવા શું કરવું પડે
રિજિજુએ જણાવ્યું હતું કે એક સાથે ચૂંટણી યોજવા માટે બંધારણની પાંચ કલમોમાં સુધારો કરવાની જરૃર પડશે. આ પાંચ કલમોમાં સંસદના ગૃહના સમયગાળાને લગતી કલમ 83, રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કરવાની કલમ 84, રાજ્યોની વિાધાનસભાના સમયગાળા સાથે સંકળાયેલી કલમ 172, રાજ્ય વિધાનસભા ભંગ કરવા સાથે સંકળાયેલી કલમ 174, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સાથે સંકળાયેલી કલમ 356માં સુધારો કરવાની જરૃર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…