Abhayam News
AbhayamNews

સુરત:-10 વર્ષની બાળકી પર કુકર્મ-હત્યા કેસમાં 10 દિવસમાં દોષીને ફાંસીની સજા..

મહાનગર સુરતમાંથી હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. ડીસેમ્બર 2020માં માત્ર દસ વર્ષની બાળકી પર કુકર્મ આચરીને ઈંટના ઘા મારીને હત્યા કરનાર આરોપી દિનેશ બૈસાણેને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટાકરી છે.

જજ એ.એન.અંજારિયાએ આરોપી દિનેશને તમામ ગુનામાં દોષી જાહેર કર્યો છે. આ કેસની સુનાવણી કરતા દોષીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. દસ જ દિવસમાં બાળકી પર કુકર્મ વીથ મર્ડરના કેસમાં આરોપીને ફાંસી અપાઈ હોય એવી આ બીજી ઘટના છે…

bhaskar.com

આનાથી આરોપીઓમાં તથા અન્ય નરાધમોમાં પણ આકરો સંદેશો જશે. આવા બનાવ અટકશે. અત્યારે લાજપોર જેલમાં કારાવાસ ભોગવતા આરોપી દિનેશ સામે પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. એ પછી સ્પીડ ટ્રાયલમાં મહત્ત્વના 45 જેટલા પંચ, સાક્ષી, સીસીટીવી ફૂટેજ, પુરાવા, તબીબી સાક્ષી, FSL રીપોર્ટ, પીડિતાના માતાપિતા, લાસ્ટ સુધીની તમામ વિગત તૈયાર કરી નાંખી હતી. આ સમગ્ર મામલો કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. પાંડેસરના વિસ્તારમાં બાળકી જ્યારે કાકાના ઘરની બહાર એકલી રમતી હતી ત્યારે આરોપી દિનેશે વડાપાંઉ ખવડાવવાની લાલચ આપી નાસ્તાની લારી સુધી લઈ ગયો હતો. પછી હવસભૂખ સંતોષી હતી. બાળકીને વિરોધ કરતા એની આંગળી પર બચકું ભરી લીધું. આરોપી ઉશ્કેરાઈ જતા એના માથા પર ઈંટના ઘા માર્યા હતા.

facebook.com

આ પહેલાના કેસમાં માત્ર અઢી વર્ષની બાળકી પર કુકર્મ કરી હત્યાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને કોર્ટે ફાંસની સજા ફટકારી હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે, આરોપીના ફોનમાંથી પોર્નો વીડિયો ક્લિપ પણ મળી આવી છે. બાળકીના શરીર પર 49 જેટલા ઈજાના નિશાન મળી આવ્યા હતા. કોર્ટે એવું નોટ કર્યું છે કે, આરોપીએ ક્રુરતા દાખવીને કુકર્મ કર્યું છે. પછી એની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં ફાંસની સજા જાહેર કરવામાં આવી છે. બાળકીના નખ નીકળી ગયા ત્યાં સુધી અત્યાચાર કરવામાં આવ્યો હતો. સુરત કોર્ટે માત્ર દસ જ દિવસમાં આ કેસનો ચૂકાદો જાહેર કર્યો છે.

bhaskar.com

ઈંટના કુલ સાત ઘા માર્યા હતા. જેના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના વાલીએ અપહરણ, કુકર્મ, હત્યા સહિતના એક્ટ અંતર્ગત ફરિયાદ કરી નાંખી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. માત્ર 15 દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરી 232 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 10 દિવસમાં સુરતની કોર્ટે કુકર્મના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. ગુડ્ડુ યાદવના કેસમાં પોલીસે માત્ર આઠ જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સાત દિવસમાં ટ્રાયલ પૂરી થતા દોષિત સાબિત થયો હતો. એ પછી કોર્ટે એમના ફાંસીની ફટા ફટકારી હતી.

bhaskar.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ પાસવર્ડ 1 સેકન્ડમાં ક્રેક થઈ જાય છે

Vivek Radadiya

માનવ સેવાથી પ્રભુ સેવા આ સંસ્થા લોકો ગાય શ્વાનની કરે છે સેવા

Vivek Radadiya

ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાંથી મુક્તિ

Vivek Radadiya