Abhayam News
Abhayam News

ગુજરાત:- આ શહેરમાં ઓક્સિજન ન મળતાં સિવિલ હોસ્પિટલમાં પાંચ થી વધુ દર્દીઓના મૃત્યુ…

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે કોરોના વાયરસના સંક્રમણ ના દર્દીઓમાં વધારો થતાં હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે ગુજરાતમાં ઓક્સિજનની અછતના કારણે દર્દીઓના મોત થઈ રહ્યા છે. જ્યારે આજે ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સમયસર ઓકસીજન ન મળતા પાંચ થી વધુ દર્દીઓના મોત નીપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેકશન, ઓક્સિજન બેડ , વેન્ટિલેટર લઈને અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકાર પાસે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ના હોય તેની પોલ ખૂલી ગઈ છે. ડીસા સિવિલ હોસ્પિટલમાં સવારથી સાંજ સુધીમાં પાંચથી વધુ દર્દીઓના ઓક્સિજન ન મળવાથી મૌત થયા છે. દર્દીઓના સગાઓ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં હંગામો મચાવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને હોસ્પિટલના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

ડીસા શહેરમાં થોડા દિવસ પહેલા ખાનગી હોસ્પિટલમાં પાંચ દદીઓના મુત્યુ થયા હતા જે બાદ આજે ફરીથી ડીસાની સરકારી સિવિલ હોસ્પિટલમાં પાંચથી વધુ દર્દીઓ ના મૃત્યુ થતા સમગ્ર ડીસા શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સરકારના અનેક દાવાઓ કાગળ ઉપર હોય તેવું દેખાય છે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા સચિવ વિજય નેહરાએ ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જે બાદ બીજા દિવસે ડીસા સિવિલ હોસ્પિટલમાં પાંચ જેટલા દર્દીઓને ઓક્સિજન ન મળવાથી તેમના મોત નીપજ્યાં છે જયારે સરકાર સામે અનેક સવાલો ઉભા થયા છે ડીસા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ ના મુત્યુ થતાં સેવાભાવી મનુભાઈ આસનાની પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામ મૃત્યુ પામેલા કોરોના દર્દીઓની લાશોને સ્મશાન ખાતે લઇ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Related posts

ગુજરાત ના વિદ્યાર્થી ને લઇ આવ્યા સૌથી મોટા સમાચાર…

Deep Ranpariya

સુરત :-આમ આદમી પાર્ટી ”વતનની વ્હારે” ..

Abhayam

હવે ઈન્કમટેક્સમાં ઇમેઈલથી રજૂઆત કરીને એડવાન્સ રૂલિંગ મેળવી શકાશે….

Abhayam

Leave a Comment