Abhayam News
AbhayamNews

ગુજરાત:-રિલાયન્સ આ શહેરમાં 1000 બેડની કોરોના ની હોસ્પિટલ બનાવશે અને ફ્રી માં થશે કોરોનાની સારવાર..

હાલ દેશમાં કોરોનાનો કેર સતત વધતો જોવા મળે છે. જોકે, એ સારી બાબત છે કે બિઝનેસ વર્લ્ડના દિગ્ગજો આ ઘડીમાં, પોતાના તરફથી સરકારને તમામ શક્ય મદદ કરી રહ્યા છે. ગૂગલના માલિક સુંદર પિચાઈ હોય કે માઇક્રોસોફ્ટના સત્યા નડેલા, દરેક જણ ભારત સરકારને પોતાની રીતે મદદ કરી રહ્યા છે. આ દરમિયાન જો આપણે દેશના મોટા ઉદ્યોગપતિઓની વાત કરીએ તો રતન ટાટા અને મુકેશ અંબાણી પણ આમાં પાછળ નથી.

જાણવા મળ્યું છે કે, પહેલા મુકેશ અંબાણી દ્વારા ઓક્સિજનની સમસ્યા દૂર કરવા પહેલ કરવામાં આવી હતી અને હવે રિલાયન્સ ફાઉન્ડેશન 1000 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરી રહ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, તે ગુજરાતના જામનગરમાં ઓક્સિજન સપ્લાય સાથે 1000 બેડની કોવિડ-19 હોસ્પિટલ બનાવી રહ્યુ છે. વિશેષ બાબત એ છે કે, આ હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવારની સુવિધા આપવામાં આવશે.

રિલાયન્સ ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું છે કે, જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ કેમ્પસમાં એક અઠવાડિયાની અંદર 400 બેડના કોવિડ કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ જામનગરમાં જ બીજા એક કેન્દ્રમાં આવતા બે અઠવાડિયામાં 600 પથારીનું કેન્દ્ર બનાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ, આ પહેલા ગુગલના સુંદર પિચાઇ દ્વારા પણ ભારત સરકારને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુગલે કોરોના સામે લડવામાં મેડિકલ સપ્લાયમાં મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઇ દ્વારા ટ્વિટરમાં આની ઘોષણા કરવામાં આવી હતી અને કહ્યું હતું કે, તેઓ 133 કરોડ રૂપિયાની સહાય આપશે.

આ દરમિયાન, માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ પણ ભારતને મદદ કરવા માટે હાથ લંબાવ્યો. નડેલાને ટ્વીટ કરીને આ માહિતી આપતા કહ્યું કે, હું ભારતની હાલની પરિસ્થિતિથી ખૂબ જ દુ:ખી છું. હું આભારી છું કે યુ.એસ. સરકાર મદદ કરવા માટે આગળ આવી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, માઇક્રોસોફ્ટ રાહત પ્રયત્નોને ટેકો આપવા અને મહત્વપૂર્ણ ઓક્સિજન કન્સન્ટ્રેશન ડિવાઇસ ખરીદવામાં સહાય અને તેનો અવાજ, સંસાધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે.

Related posts

મુંબઈમાં RBI સહિત 11 બેન્કોને બોંબથી ઉડાવી મૂકવાની ધમકી

Vivek Radadiya

સુરતમાં બસે ટુ વ્હીલર પર જતા યુવાનને કચડ્યો

Vivek Radadiya

આપ એ કર્યો વિરોધ ને લગાવ્યા નારા ‘ભ્રષ્ટાચારના કિંગ ખાઈ ગયા પાર્કિંગ’…

Abhayam