શાળા શરૂ કરવા બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ શરૂ કરવા માટે રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે. પરંતુ હજુ સ્ટેબલ થાય છે. આપણે હજુ રાહ જોઈએ છીએ આ રીતે કેસ ઓછા થશે તો પહેલા કોલેજો શરૂ કરવાનો વિચાર છે અને પછી તબક્કાવાર રીતે શિક્ષણ શરૂ કરીશું. કોરોનાની ત્રીજી લહેરમાં દેશભરમાં બાળકોની ચિંતા પણ થઇ રહી છે. એટલે આપણે ઉતાવળ નહીં કરીએ. બધું ઓલ વેલ હશે ત્યારે જ આપણે આ બાબતે વિચારણા કરીશું.

મહત્ત્વની વાત છે કે, કોરોનાની પહેલી લહેરમાં 45 વર્ષથી વધારે ઉંમરના લોકો પર વધારે જોખમ હતું અને બીજી લહેરમાં 18 વર્ષથી લઇને 45 વર્ષના લોકો વધુ સંક્રમિત જોવા મળ્યા હતા અને હવે સંભવિત ત્રીજી લહેરમાં પણ બાળકો પર કોરોનાનું જોખમ વધારે રહેલું છે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે. ડૉકટરો દ્વારા પણ આ બાબતે અગાઉથી જ રાજ્ય સરકારને ચેતવણી આપવામાં આવી છે.

.ડૉકટરોએ સરકાર દ્વારા ત્રીજી લહેરથી બચવા માટે લોકોના ટોળા એકઠા ન થવા દેવાની સુચના આપવામાં આવી છે. એટલે ત્રીજી લહેરમાં બાળકો કોરોના સંક્રમિત થવાની ચિંતાને લઇને રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી શાળા શરૂ કરવા બાબતે કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…