Abhayam News
Abhayam

PVC આધાર કાર્ડમાં શું છે ખાસ?

What is special about PVC Aadhaar card?

PVC આધાર કાર્ડમાં શું છે ખાસ? આધાર કાર્ડ એક એવું મહત્વનું ડોક્યુમેન્ટ્સ છે જે દરેક જગ્યાએ ઉપયોગી છે, પછી તે સરકારી કામ કરાવવાનું હોય કે બાળકને શાળામાં પ્રવેશ અપાવવાનું હોય. એવા ઘણા બધા કામ હોય છે જે આધાર કાર્ડ વગર શક્ય નથી, હવે જો આધાર કાર્ડ ફાટી જાય કે ગમે ત્યાંથી કપાઈ જાય કે તુટી જાય તો તમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેની કલ્પના પણ ન કરી શકીએ.

What is special about PVC Aadhaar card?

સરકાર તરફથી મળતું આધાર કાર્ડ પ્લાસ્ટિક કોટેડ પેપર પર છપાયેલું હોય છે. વરસાદની મોસમમાં પણ આધાર કાર્ડ ભીનું થઈ જવાનો ડર રહેતો હોય છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ઘરે બેઠા ટકાઉ રહે તેવું PVC આધાર કાર્ડ બનાવી શકો છો.

સામાન્ય અને PVC Aadhar Card વચ્ચે શું તફાવત છે?

તમને પહેલા જણાવ્યું તેમ સરકાર દ્વારા તમને આપવામાં આવેલા આધાર કાર્ડ પ્લાસ્ટિક કોટેડ કાગળ પર છાપવામાં આવે છે. પરંતુ UIDAI એક એવી સુવિધા આપે છે જેનો લાભ લઈને તમે ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ જેવું દેખાતું આધાર કાર્ડ મંગાવી શકો છો, જેને તમારે ફાટવાની કે ભીની થવાની ચિંતા કરવાની જરૂર નથી.

મતલબ કે હવે લોકોને આધાર કાર્ડનું લેમિનેશન કરાવવાની જરૂર નહી પડે. તમે અન્ય કાર્ડની જેમ તમારા પર્સમાં PVC આધાર કાર્ડ સરળતાથી લઈ જઈ શકો છો.

What is special about PVC Aadhaar card?

PVC આધાર કાર્ડમાં શું છે ખાસ?

આ આધાર કાર્ડ પ્લાસ્ટિકનું બનેલું છે, માત્ર આ વાત જ તેમાં ખાસ નથી બીજી ઘણી બાબતો તેને અલગ બનાવે છે. આ કાર્ડમાં તમને એક QR કોડ મળશે, જેમાં હોલોગ્રામ છે, આ બધી વસ્તુઓ આ કાર્ડને હાઇટેક બનાવે છે.

જાણો કેટલો લાગશે ચાર્જ

આ હાઈટેક ફીચર્સ સાથે આધાર કાર્ડ મેળવવા માટે તમારે ફી ચૂકવવી પડશે, જ્યારે તમે આ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારે માત્ર 50 રૂપિયા ચૂકવવા પડશે.

What is special about PVC Aadhaar card?

આધાર PVC કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી

સૌ પ્રથમ તમારે UIDAIની ઓફિશિયલ સાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે, ભાષા પસંદ કરવાની રહેશે. સાઇટના હોમપેજ પર તમારે MYમાં આધાર મેળવો વિભાગમાં જવું પડશે. આ વિભાગમાં તમારે Order Aadhaar PVC કાર્ડ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમારે તમારો આધાર નંબર એન્ટર કરીને લોગ ઈન કરવું પડશે. લોગ ઈન કર્યા પછી તમારી પાસે કેટલીક મહત્વપૂર્ણ માહિતી માંગવામાં આવશે, માહિતી આપ્યા પછી, ફી કરીને પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

2024ની લોકસભા ચૂંટણી લડશે કંગના 

Vivek Radadiya

સૈનિક શાળાની પ્રવેશ પરીક્ષા અભ્યાસક્રમ અને પેટર્ન

Vivek Radadiya

ભાજપમાં બધા કોંગ્રેસના જ છે : ઋત્વિક મકવાણા

Vivek Radadiya