Abhayam News
AbhayamNewsTechnology

કેવા સાયબર ફ્રોડ બાદ રિફંડ મળતું નથી

No refunds after cyber fraud

કેવા સાયબર ફ્રોડ બાદ રિફંડ મળતું નથી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ચીફ મેનેજર પુરૂષોત્તમ શર્માએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ લાલચમાં આવીને OTP, CVV કે ડેબિટ કાર્ડ નંબર આપે છે અને ફ્રોડ થાય તો બેંકની કોઈ જવાબદારી રહેતી નથી. જો આવી રીતે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થાય છે તો પણ બેંક તમને 1 રૂપિયા પણ પરત આપશે નહીં.

No refunds after cyber fraud

કેવા સાયબર ફ્રોડ બાદ રિફંડ મળતું નથી

આજકાલ ઓનલાઈન પેમેન્ટનું ચલણ વધ્યું છે, તેની સાથે જ સાયબર ફ્રોડના કેસમાં પણ વધારો થયો છે. ફ્રોડ થયા બાદ તમે તેની ફરિયાદ નોંધાવી શકો છો જેથી તમને રૂપિયા પરત મળી શકે. પરંતુ તેના માટેના પણ કેટલાક નિયમ છે, જે હેઠળ તમને રિફંડ મળે છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ચીફ મેનેજર પુરૂષોત્તમ શર્માએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ લાલચમાં આવીને OTP, CVV કે ડેબિટ કાર્ડ નંબર આપે છે અને ફ્રોડ થાય તો બેંકની કોઈ જવાબદારી રહેતી નથી.

બેંકની જવાબદારી રહેશે નહીં

જો આવી રીતે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થાય છે તો પણ બેંક તમને 1 રૂપિયા પણ પરત આપશે નહીં. આ ઉપરાંત સ્કેમર્સ ફેક વેબસાઇટ દ્વારા ગ્રાહક સેવા પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરીને રૂપિયા ખાતામાંથી ઉપાડે છે તો પણ બેંકની જવાબદારી રહેશે નહીં અને તમને રૂપિયા રિફંડ મળશે નહીં.

No refunds after cyber fraud

બેંક રૂપિયા પરત કરશે નહીં

ઘણી વખત લોકો પાસેથી લોન કે ઈન્સ્યોરન્સ માટે આધાર કાર્ડ અથવા પાન કાર્ડની વિગતો માંગવામાં આવે છે. ત્યારબાદ તેના આધારે ઠગ કોઈપણ પ્રકારની છેતરપિંડી કરે છે તો પણ બેંક રૂપિયા પરત કરશે નહીં. તમારા ડોક્યુમેન્ટ્સ તમે કોઈને આપો છો, ત્યારે તેના પર લખવું જોઈએ કે તમે તેને કયા હેતુથી આપી રહ્યા છો.

આ રીતે કરવામાં આવે છે છેતરપિંડી

હોટલ, રેસ્ટોરન્ટ કે શોપિંગ સેન્ટરમાં સ્કિમર ડિવાઈસ વડે ડેબિટ કાર્ડ ક્લોન કરીને પૈસા ઉપાડવામાં આવી રહ્યા છે, તેથી સાવચેત રહો. છેતરપિંડી કરનારાઓ બેંક એકાઉન્ટ, ATM અથવા ક્રેડિટ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા અથવા KYC અપડેટના નામે OTP માંગે છે. આ ઉપરાંત કાર્ડ બ્લોક થઈ ગયું હોવાનો દાવો કરીને કાર્ડને રિન્યૂ કરવાના નામે પણ OTP દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે.

આ બાબતોનું રાખો ધ્યાન

  • જો તમારી પાસે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ છે તો તમારા ફોનમાં બેંકિંગ એપને અપડેટ રાખો.
  • તમારી કાર્ડની વિગતો કોઈની સાથે શેર કરશો નહીં. આ ઉપરાંત મોબાઈલ પરનો OTP પણ ક્યારેય કોઈને આપશો નહીં.
  • જો તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય છે, તો 3 દિવસની અંદર બેંકમાં તેની ફરિયાદ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

પીએમ પદને લઈ સી-વોટરનો એક મહત્વનો સર્વે સામે આવ્યો

Vivek Radadiya

સ્પેશ્યલ 26 જેવો સીન સુરતમાં! 

Vivek Radadiya

સુરતમાં બનેલી ભગવાન રામની ટોપી અયોધ્યાવાસી પહેરશે

Vivek Radadiya