Abhayam News
AbhayamNews

ગુજરાત હવામાન વિભાગે આપી મોટી અગાહી જાણો શું છે આગાહી….

  • ગુજરાત હવામાન વિભાગે આપી મોટી અગાહી જાણો શું છે આગાહી.
  • મોટાભાગના રાજ્યોમાં ભારેથી હળવો વરસાદ થયો.
  • હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી.
  • 4 દિવસ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડશે.
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તાર તેમજ કચ્છમાં પણ હળવા વરસાદની સંભાવના

ગુજરાતમાં મોટાભાગના રાજ્યોમાં ભારેથી હળવો વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, હજુ 5 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

જયારે પ્રથમ દિવસે ભારે વરસાદ અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં આગાહી છે. જયારે 4 દિવસ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તાર તેમજ કચ્છમાં પણ હળવા વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. બીજા દિવસથી અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ કચ્છ પંથક વિસ્તારમાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અગાઉ ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસથી વરસાદી માહોલ છે. આજે પણ અમદાવાદ શહેરમાં સવારથી જ ઝરમર અને હળવો વરસાદ પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વ્લાદિમીર પુતિને દેશમાં વધી રહેલી મોંઘવારી માટે માફી માંગી હતી

Vivek Radadiya

જાતિનો દાખલો કઢાવવા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા…

Abhayam