Abhayam News
AbhayamNews

વડોદરામાં મંત્રીનું નિવેદન બન્યું વિવાદો નો વિષય ..

  • જેને રસી મૂકાવી હોય એને જ મફત અનાજ મળવુ જોઇએ હું CMને રજૂઆત કરીશ.
  •  યોગેશ પટેલના નિવેદનથી લોકોમાં રોષ.
  • એક તરફ લોકોનો કોવેક્સિન રસીનો બીજો ડોઝ અટવાઇ ગયો છે, ત્યારે મંત્રી આવા વિવાદિત નિવેદનથી લોકોમાં રોષ.
  • નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે કહ્યું: હું મુખ્યમંત્રીને કહેવાનો છું, આપણે કંઇક એક નવી યોજના ઘડીએ.
  • એક તરફ લોકોને રસી મળતી નથી, ત્યારે મંત્રી આવા વિવાદિત નિવેદન આપે છે.

ગુજરાત માં આ જ થી ઘણા શહેરો માં રશીકાર શરુ કરવા માં આવ્યું હતું.તેવા માં રશીકારણ સેન્તેર ની મુલાકાત લેનાર ગુજરાત મંત્રી યોગેશ પટેલે આપેલું નિવેદન પ્રજામાં આક્રોશિત વાતાવરણ ઉભું કરે એવું બન્યું.

વડોદરા સહિત રાજ્યભરમાં આજથી મહા રસીકરણ અભિયાનની શરૂઆત થઇ છે. આ મહા રસીકરણ અભિયાનના કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ‘જેને રસી મૂકાવી હોય તેને જ મફત અનાજ મળે’. આ નિવેદનને પગલે વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓએ અમ પણ જણાવ્યું કે, આ અંગે નવનિયુક્ત જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે.આ અંગે લોકો માં આક્રોશ છે કે સરકાર પાસે પૂરી રાશી નથી ને તેમના નેતાઓ આવા આવેદન આપે છે.

રાજ્યભરમાં સરકાર અને તબીબોની મહેનતને કારણે કોરોનાની બીજી ઘાતક વેવમાંથી બહાર આવવામાં સફળતા મળી છે. હાલ કોરોનાના કેસો નિયંત્રણમાં આવી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની વેક્સિન વધુમાં વધુ લોકોને મૂકાવે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કોરોનાની કોવેક્સિન રસીનો જથ્થો પ્રાપ્ત થઇ રહ્યો નથી. જેને કારણે કોવેક્સિનનો બીજો ડોઝ લેનારા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. એક તરફ લોકોનો કોવેક્સિન રસીનો બીજો ડોઝ અટવાઇ ગયો છે, ત્યારે મંત્રી આવા વિવાદિત નિવેદનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરામાં કોરોનાની બીજી ઘાતક વેવમાં શહેરવાસીઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. માંડ શહેર કોરોનાની બીજી વેવમાંથી બહાર આવી રહ્યો છે. ત્યારે રાજ્યના મંત્રી યોગેશ.પટેલ દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદને ભારે ચર્ચા જગાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અમીર દેશોની નાગરિકતા લઈ રહ્યા છે ભારતીયો, જાણો કયા દેશમાં કેટલાં લોકો..

Vivek Radadiya

PM મોદીએ ભારતને ટોપ 3 ઇકોનોમીમાં લાવવાની આપી ગેરંટી

Vivek Radadiya

ગુજરાતના આ જિલ્લામાં વિકાસના નામે 3062 વૃક્ષો કપાશે..

Abhayam