Abhayam News
Abhayam News

ગુજરાત સરકાર નો મહત્વ નો નિર્ણય : 4 વ્હીલર લેનારને જાણો કેટલી સબસિડી આપશે સરકાર..

  • પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે.
  • પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા CM રૂપાણીએ જણાવ્યું.
  • ગુજરાતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી લાગૂ કરવામાં આવી.
  • 4 વ્હીલરમાં 1.50 લાખ, થ્રી વ્હીલરમાં 50 હજાર.
  • ટૂ વ્હીલરમાં 20 હજારની સબસિડી આપશે સરકાર.
  • 4 વર્ષમાં 2 લાખ વાહનો ગુજરાતના માર્ગો પર ફરતા થશે 

ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા CM રૂપાણીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.વિદેશથી આયાત કરવી પડી રહી છે ત્યારે  ત્યારે પેટ્રોલ-ડીઝલની ખપત થાય તે માટે ગુજરાતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી લાગૂ કરવામાં આવી છે. 

વધુમાં તેમણે જણાવ્યું કે, આ ઇલેક્ટ્રીક વ્હીકલ પોલીસી અંતર્ગત 4 વ્હીલરમાં 1.50 લાખ, થ્રી વ્હીલરમાં 50 હજાર અને ટૂ વ્હીલરમાં 20 હજારની સબસિડી આપશે સરકાર. દેશભરમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે જ્યાં ઉદાર રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ સંદર્ભમાં તેમણે વધુમાંજણાવ્યું કે, રાજ્ય સરકાર ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ. ૧૦ હજારની સબસિડી આપશે. સમગ્ર દેશમાં ગુજરાત આવી પ્રતિ કિલોવોટ સબસિડી આપવામાં અગ્રેસર રાજ્ય છે એમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.  CM રૂપાણીએ એમ પણ જણાવ્યું કે દેશના અન્ય રાજ્યો આવી સબસીડી પ્રતિ કિલોવોટ વધુમાં વધુ રૂ. પ હજાર આપે છે જ્યારે ગુજરાતમાં એનાથી બમણી એેટલે કે પ્રતિ કિલોવોટ રૂ. ૧૦ હજારની સબસીડી આપણે આપવાના છીએ. આના પરિણામે ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. ૮૭૦ કરોડનો બોજ વહન કરશે. 

500થી વધુ ચાર્જીગ સ્ટેશન ઉભા કરાશે તેવું કમ વિજય રૂપની એ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા ઇલેકટ્રીક વાહનોમાંની બેટરીના ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધાઓ વિકસાવવાની બાબત પણ આ પોલિસીમાં સાંકળી લેવાઇ છે તેમ જણાવ્યું હતું. તેમણે આ અંગે કહ્યું કે, ભારત સરકારની ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના (ફ્રેમ-ર) અન્વયે રાજ્યમાં ર૭૮ જેટલા ચાર્જીંગ સ્ટેશન મંજૂર થયેલા છે. રાજ્ય સરકાર આ ઉપરાંત વધુ રપ૦ ચાર્જીંગ સ્ટેશન ઊભા કરવા રૂ. ૧૦ લાખની મર્યાદામાં રપ ટકા જેટલી કેપિટલ સબસિડી પૂરી પાડશે. આમ, આગામી વર્ષોમાં સમગ્ર રાજ્યમાં પર૮ જેટલા ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું થશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ખાલી સેવા નહીં, ભીના હૈયે લાગણી સાથે સેવા કરતા હસીનાબેનને સલામ.:-જુઓ સમગ્ર અહેવાલ

Abhayam

સુરત :: ઘણા વિસ્તારમાં SMC, NGO અને કોર્પોરેટરના સહકારથી આઈસોલેશન સેન્ટરો શરૂ થયા….

Abhayam

સુનિલભાઈ 8-9 વર્ષથી બ્લડપ્રેશરની બીમારી 130 કિલો વજન છતા કોરોનાને હરાવ્યો…

Abhayam

Leave a Comment