Abhayam News
AbhayamNews

જાતિનો દાખલો કઢાવવા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા…

જાંબુઘોડા તાલુકાની મામલતદાર કચેરીનો નાયબ મામલતદાર જાતિનો દાખલો કાઢી આપવા માટે રૃા.૨૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

જાંબુઘોડા મામલતદાર કચેરીના ડિઝાસ્ટર વિભાગમાં નાયબ મામલતદાર તરીકે કામગીરી કરતા નવીનભાઇ રાઠવા પાસે નાયબ મામલતદાર એટીવીટી વિભાગનો પણ વધારાનો ચાર્જ હતો. શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા અને કોવિડ દરમિયાન બંધ થયેલા જનસેવા કેન્દ્રો ફરી શરૃ થતા જમીનોની નકલો સાથે બાળકોના અભ્યાસ માટે જરૃરી એવા જાતિના દાખલાની કામગીરી પણ શરૃ થતા તેઓ કરતા હતાં.

એસીબીની ટ્રેપમાં સામાન્ય રકમ લેતા નવીન રાઠવા રંગે હાથ ઝડપાઇ ગયા હોવાની વાત સમગ્ર મામલતદાર કચેરીમાં ફેલાતા કચેરીમાં સન્નાટો છવાઇ ગયો હતો.

મામલતદાર કચેરીમાં જાતિના દાખલા લેવા આવતા અરજદારો પાસે સરકારી ફી ઉપરાંત વધારાના રૃા.૧૦૦થી ૫૦૦ જેટલી રકમ અરજદારો પાસેથી પડાવાતી હોવાની બૂમો ઉઠતા વડોદરા એસીબી દ્વારા  છટકું ગોઠવવામાં આવ્યું હતું. નાયબ મામલતદાર નવીનભાઇ રાઠવાએ જાતિનો દાખલો કઢાવવા માટે રૃા.૨૦૦ની લાંચ માંગી સ્વીકારતાં જ એસીબીએ લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી પાડયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ફ્લિપકાર્ટ મોટા પાયે કર્મચારીઓને કરશે છૂટા ! 

Vivek Radadiya

જાણો કેટલી AQI કેટલી સિગારેટની બરાબર છે

Vivek Radadiya

શેરબજારમાં ટિપ્સના નામે ફસાવતા તત્વો વિરૂદ્ધ એક્શન

Vivek Radadiya