Abhayam News
AbhayamPolitics

વ્લાદિમીર પુતિને દેશમાં વધી રહેલી મોંઘવારી માટે માફી માંગી હતી

Vladimir Putin apologized for rising inflation in the country

વ્લાદિમીર પુતિને દેશમાં વધી રહેલી મોંઘવારી માટે માફી માંગી હતી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ અનેક સંકટથી ઘેરાયેલા છે. હાલમાં જ તેણે એક ટીવી શો દરમિયાન પોતાના દેશના લોકોની માફી માંગી હતી. વાસ્તવમાં એક વાતચીત દરમિયાન એમને દેશમાં વધતી મોંઘવારી અને ઇંડાના ઊંચા ભાવ માટે પોતાની જ સરકારને જવાબદાર ગણાવી અને આ માટે જનતાની માફી પણ માંગી. તેમણે કહ્યું, મારી સરકારની નિષ્ફળતા માટે હું તમારા બધાની માફી માંગુ છું.

વાત એમ છે કે રશિયામાં માત્ર એક વર્ષમાં જ ભાવમાં ભારે વધારો થયો છે. કહેવાય છે કે ઈંડાની કિંમતમાં 40 ટકાનો વધારો થયો છે. વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં મીડિયા સાથે વાત કરે છે. આ વાતચીત દરમિયાન તેણે માફી માંગી હતી. ઈરિના અકોપોવા નામની એક વૃદ્ધ મહિલાએ ઈંડા અને ચિકનની વધતી કિંમતો અંગે સવાલો ઉઠાવ્યા હતા. જણાવી દઈએ કે યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા છે. તેની અસર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને રશિયામાં ફુગાવો ઝડપથી વધ્યો છે. 

Vladimir Putin apologized for rising inflation in the country

વ્લાદિમીર પુતિને દેશમાં વધી રહેલી મોંઘવારી માટે માફી માંગી હતી

રશિયાની એક એજન્સીના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનામાં ઈંડાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. રશિયામાં એક ડઝન ઇંડાની કિંમત $1.8 પર પહોંચી ગઈ છે. બે મહિના પહેલા તે $1.4 માં મળતા હતા. એક અહેવાલ અનુસાર, રશિયાએ 2022માં 1.2 બિલિયન ઇંડાની નિકાસ કરી હતી જે ઈંડાની નિકાસનો 15 ટકા હતો. જો કે, યુદ્ધની શરૂઆતથી, રશિયા ખૂબ મુશ્કેલીથી ઇંડાની નિકાસ કરી શક્યું છે. રશિયન નિકાસકારો હવે ઘણા દેશોમાં તેમનો માલ મોકલવામાં અસમર્થ છે. તે જ સમયે પ્રતિબંધોને લીધે, ઉચ્ચ ગુણવત્તાવાળા ઇંડા માટે ઉપયોગમાં લેવાતી ઘણી તકનીકો ઉપલબ્ધ નથી. 

Vladimir Putin apologized for rising inflation in the country

અગાઉ ચિકન પ્રોટીન અને અનાજ પણ અન્ય દેશોમાંથી આવતા હતા પણ હાલની સ્થિતિમાં ઈંડાનું ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં ઘટાડો થયો છે. પ્રતિબંધોને કારણે પરિસ્થિતિ એવી છે કે ઘણા ખેડૂતો તેમના મરઘાને રોગોથી બચાવી શકતા નથી. પુતિને એ પણ સ્વીકાર્યું છે કે માંગ વધવા છતાં દેશમાં ઉત્પાદન વધી રહ્યું નથી. તેમણે કહ્યું કે સુધારણા માટે ટૂંક સમયમાં પગલાં લેવામાં આવશે. રશિયા ઈંડા પરની ડ્યુટી ઘટાડવાનું વિચારી રહ્યું છે. 

રશિયાનો મોંઘવારી દર ગઈકાલે વધીને 7.4 થયો. પુતિને એમ પણ કહ્યું કે મોંઘવારી વધુ વધી શકે છે. આ વર્ષે આ દર વધીને 8 ટકા થઈ શકે છે. આ રીતે વધતી મોંઘવારી એમ દર્શાવી રહી છે કે રશિયાની અર્થવ્યવસ્થા પણ સંકટનો સામનો કરી રહી છે. આર્થિક નિષ્ણાતો પણ રશિયા માટે સારા સંકેત નથી આપી રહ્યા. સાથે જ પુતિન આશા વ્યક્ત કરી રહ્યા છે કે દેશની આર્થિક સ્થિતિ જલ્દી સુધરશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જાણો ટેક્સ ફ્રી સોનું લાવવાનો નિયમ

Vivek Radadiya

797 કરોડની આ મહત્વપૂર્ણ યોજનાને CM આપી મંજૂરી, જાણો કોને મળશે લાભ..

Abhayam

વિશ્વ માં સર્જાઈ રહ્યો છે કોરોના ની ત્રીજી લહેર નો ડર દરરોજ વધી રહ્યા છે કેસ…

Abhayam