Abhayam News
AbhayamNational

વિદેશમંત્રી જયશંકરે કર્યો ખુલાસો કેનેડા માટે ભારત વીઝા શરૂ કરે તેવી શક્યતા,

ભારત અને કેનેડાના સંબંધ તણાવગ્રસ્ત થઈ ગયા છે. જેનું મુખ્ય કારણ ભારતીય રાજદૂતની સુરક્ષા ચિંતાનો વિષય રહી છે. કેનેડાના રાજદૂતને સુરક્ષિત વાતાવરણ આપી શક્યું નહોતું, જે વિયના સંધિનું ઉલ્લંઘન છે.

  • ભારત અને કેનેડાના સંબંધ તણાવગ્રસ્ત
  • ભારતીય રાજદૂતની સુરક્ષા ચિંતાનો વિષય
  • ભારતે અસ્થાયીરૂપે વીઝા સર્વિસ રોકી

ભારત વીઝા શરૂ કરે તેવી શક્યતા

વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું છે કે, જો ભારતે કેનેડામાં ભારતીય રાજદૂતની સુરક્ષામાં પ્રગતિ જોવા મળશે, તો કેનેડાના લોકો માટે વીઝા સર્વિસ શરૂ કરી શકે છે. ભારતે વીઝા સર્વિસ અસ્થાયીરૂપે રોકી છે, જેનું મુખ્ય કારણ ભારતીય રાજદૂતની સુરક્ષા ચિંતાનો વિષય રહી છે. કેનેડાના રાજદૂતને સુરક્ષિત વાતાવરણ આપી શક્યું નહોતું, જે વિયના સંધિનું ઉલ્લંઘન છે. 

ભારત અને કેનેડાના સંબંધ તણાવગ્રસ્ત થઈ ગયા છે. ખાલિસ્તાની આતંરી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને કારણે ભારત અને કેનેડાના સંબંધ વણસી ગયા છે. કેનેડાએ ભારતના રાજદૂત ઓટાવાને દેશ છોડીને જવા માટે કહ્યું હતું. ત્યારપછી તેની જવાબી કાર્યવાહીમાં કેનેડાના રાજદૂતને નવી દિલ્હી છોડવા માટેનો આદેશ આપ્યો અને કેનેડાના નાગરિક માટે વીઝા સર્વિસ બંધ કરી છે.

વિદેશમંત્રીનું નિવેદન

વિદેશમંત્રીનું નિવેદન
એસ. જયશંકરે જણાવ્યું કે, ‘કેનેડામાં ભારતના રાજદૂતની સુરક્ષામાં પ્રગતિ થશે, તો વીઝા સર્વિસ શરૂ કરી શકીએ છીએ. હું આશા રાખું છું કે, ટૂંક સમયમાં આ પ્રકારે થશે. થોડા સપ્તાહ પહેલા આ પ્રોસેસ બંધ કરવામાં આવી હતી. આ કારણોસર રાજદૂત માટે કામ પર જઈને આ પ્રકારે કરવું તે સુરક્ષિત નહોતું. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અસ્થાયીરૂપે વીઝા સર્વિસ બંધ કરવાની જરૂર ઊભી થઈ હતી. રાજદૂતની સુરક્ષા સુનિશ્ચિત કરવું તે વિયના સંધિનું મહત્ત્વપૂર્ણ પરિબળ છે. કેનેડામાં આ પ્રકારના અનેક પડકારનો સામનો કરવો પડી પડ્યો છે, જેના કારણે ભારતવાસીઓ સુરક્ષિત નથી. ભારતીય રાજદૂતની સુરક્ષા પણ જોખમમાં છે, તેમની સુરક્ષામાં સુધારો થશે, તો વીઝા સર્વિસ શરૂ થશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગણતંત્ર દિવસ પર આ દેશના રાષ્ટ્રપતિ બનશે મુખ્ય અતિથિ

Vivek Radadiya

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં NIAની રેડ 

Vivek Radadiya

કોરોનામાં શહીદ થયેલા દરેક આર્મી અને પોલીસ જવાનના કેજરીવાલ દ્વારા પરિવાર માટે આટલા કરોડની સહાય જાહેર..

Abhayam