ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસ મુદ્દે ન્યાયતંત્ર પણ અલર્ટ થઈ ગયું છે. આજના કોરોના કેસોએ ગુજરાત સરકાર સહિત તમામ ગુજરાતીઓની ઊંઘ ઉડાવી દીધી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર મહત્વની બેઠક કરવા જઈ રહ્યા છે.
રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી તમામ સ્થિતીની માહિતી મેળવશે. અગાઉ ચીફ જસ્ટિસે ત્રીજી વેવની તૈયારી માટે સૂચન કર્યા હતા. જેથી હવે સરકારની તૈયારીઓ, વ્યવસ્થા સહિતના મુદ્દા અંગે થશે સમીક્ષા થશે. મહત્વનું છે કે કોરોનાની બીજી વેવ દરમિયાન હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારના આદેશથી બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોરોનાના વધી રહેલા કેસોના કારણે જજ, હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને સીનિયર એડવોકેટ સાથેની ચર્ચા બાદ હાઇકોર્ટ તેમજ નીચલી અદાલતોમાં 10 જાન્યુઆરી એટલે કે ઓનલાઇન સુનાવણી કરવામાં આવશે.રિમાન્ડ માટે કોર્ટ પરિસરની નીચે આરોપી રહેશે.

કોર્ટમાં માત્ર જજ અને કોર્ટ સ્ટાફ સિવાય કોઈને પરવાનગી નહીં. રાજ્યની તમામ નીચલી કોર્ટ પણ ઓનલાઇન ચાલશે. મહત્વનું છે કે અચોક્કસ સમય માટે હાઇકોર્ટે કોર્ટ ઓનલાઇન કરવાનો નિર્ણય લઈ લીધો છે જેથી હાલ કોર્ટમાં તમામ કેસોની ઓનલાઈન સુનવાણીની કામગીરી ચાલુ પણ થઈ ગઈ છે.
2 દિવસ પહેલા જ ગુજરાત હાઇકોર્ટનો સૌથી મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અરજદારો અને વકીલોના હિતને લઇને કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે ઇ-કોર્ટ અને જસ્ટિસ ક્લોક સેવા અંગે નિર્ણય લીધો છે. હવેથી ગુજરાત હાઇકોર્ટ ઓનલાઇન સ્ટેમ્પ અને જસ્ટિસ ક્લોક દર્શાવશે.
આ ઇ-કોર્ટનો લાભ જિલ્લા-તાલુકાની તમામ કોર્ટના વકીલો, અરજદારને મળશે. હવેથી ગુજરાત હાઇકોર્ટ કેમ્પસમાં લાગશે કેસ અંગેનું સ્ટેટ્સ તેમજ કેસની વિગત બોર્ડ પર દર્શાવવામાં આવશે. આ બોર્ડને જસ્ટિસ ક્લોક નામ આપવામાં આવ્યું છે.
આ ડિસ્પ્લે બોર્ડ દ્વારા વકીલો અને અરજદારોને કેસની વિગત જાણવામાં સરળતા રહશે. તેમજ હવેથી અરજદારો કે વકીલોને સ્ટેમ્પ લેવા કોર્ટમાં જવાની જરૂર રહેશે નહીં. આ પ્રકારે ઇ-કોર્ટ દ્વારા ઓનલાઇન સ્ટેમ્પ મળી રહેશે. તેમજ આ સ્ટેમ્પનું પેમેન્ટ પણ ઓનલાઇન કરી શકાશે.
ઇ-કોર્ટ દ્વારા અરજદાર એફિડેવિટ, અરજીઓ સરળતાથી કરી શકાશે. આ ઇ-કોર્ટ અને જસ્ટિસ ક્લોકનું ઉદ્ઘઘાટન સુપ્રીમ કોર્ટના જજ ડોક્ટર ડી.વાય.ચંદ્રચૂડ કર્યુ છે.
તેમજ આ સમયે સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહ અને જજ બેલાબેન ત્રિવેદી હાજર રહ્યાં હતાં. ઉદ્ઘઘાટન સમયે વર્ચ્યુઅલ સમારોહમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી પણ હાજરી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…