Abhayam News
AbhayamNews

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ ને લઇ કરી મોટી આગાહી જાણો શું છે..

ગુજરાતીઓ ફરીથી પાછા મેઘરાજાની રાહ જોઇ રહ્યા છે. સારા વરસાદ માટે રાહ જોવી પડશે, કારણ કે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી. વરસાદની ઘટ વર્તાઇ રહી છે. અત્યાર સુધીનો સરેરાશ 14.54 ટકા વરસાદ નોંધાયો છે. તો ગત વર્ષે પણ 2 જુલાઈ 2020 સુધીમાં 15.90 ટકા વરસાદ નોંધાયો હતો.સારા વરસાદ માટે મજબૂત સિસ્ટમ પણ જરૂરી છે. અરબી સમુદ્રમાં અથવા તો બંગાળમાં સક્રિય થતી સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ આપે છે. જોકે, ચોમાસના આગમન દરમિયાન વરસાદ સારો થયો ત્યાર બાદ ગુજરાતમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થયો. હજી પણ આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે.અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી અને સિસ્ટમ સક્રિય થયા બાદ સારો વરસાદ થશે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 102.5  mm વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 130  mm વરસાદ થવો જોઈએ. ગુજરાતમાં 21 ટકા વરસાદની ઘટ છે.

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહન્તિએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતી સારો વરસાદ થાય છે પરંતુ અત્યાર સુધી લો પ્રેશર બન્યું નથી અને 7થી 8 જુલાઈ સુધી બનવાની સંભાવના પણ નથી. 8 જુલાઈ બાદ લો પ્રેશર બનવાની શકયતા છે એટલે જુલાઈના બીજા સપ્તાહના અંતમાં સારા વરસાદની શકયતા છે. વરસાદ એક ફેસમાં આવે અને બીજા ફેસમાં ઘટી જતો હોય છે તો અત્યારે બ્રેક ફેસ ચાલે છે. સિસ્ટમ સક્રિય થશે એટલે સારો વરસાદ થશે.

ગુજરાતમાં ચોમાસુ વહેલું બેસવાના કારણે ખેડૂતોએ વાવણી કરી હતી. પરંતુ હવે વરસાદ ખેંચાયો છે. જેના કારણે ખેડૂતો ચિંતિત છે. 2 જુલાઈ સુધીમાં કચ્છમાં સરેરાશ 12.62 ટકા વરસાદ થયો છે.ઉત્તર ગુજરાતમાં 12.81 ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 14.85 ટકા વરસાદ,દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 16.27 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સરેરાશ 14.54 ટકા વરસાદ થયો છે.પરંતુ હવામાન નિષ્ણાતનું અનુમાન છે કે, 13થી 20 જુલાઈમાં સારો વરસાદ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

PM મોદી મથુરાના પ્રવાસે

Vivek Radadiya

 ઇતિહાસમાં પ્રથમ વાર સેન્સેક્સ 70000ને પાર

Vivek Radadiya

ગિરનારની લીલી પરિક્રમા ના પડાવ

Vivek Radadiya