Abhayam News
Abhayam News

ફરી એક વખત હાઇકોર્ટ સામે રૂપાણી સરકાર મૌન…

કોરોનાના નવા વેરિયેન્ટ અણધાર્યા હોવાથી ત્રીજી લહેર અચાનક ત્રાટકી આફત ઉભી ન કરે તે માટે લોકો અને સરકાર બન્ને સાવધાન રહેવા અને તકેદારી રાખવા ગુજરાત હાઇકોર્ટે સૂચન કર્યું છે. બીજી લહેર ઓસરી જતાં હાઇકોર્ટે એપ્રિલ મહિનામાં હાથ ધરેલી સુઓમોટો રિટનો જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે નિકાલ કર્યો છે અને સરકારને વિવિધ સૂચનો અને ભલામણો કરી છે. કોર્ટે સરકારની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે અને એવી નોંધ પણ કરી છે કે સરકારે ઘણી કામગીરી કરી છે પરંતુ હજુ પણ ઘણી કામગીરીની જરૃર છે. તેથી ત્રીજી લહેર ત્રાટકે તો તે ઓછામાં ઓછી વિપરિત અસર કરે તેની તકેદારી રાખવામાં આવે.

જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે નોંધ્યું છે કે કોરોનાની પહેલી લહેર માર્ચ-૨૦૨૦માં શરૃ થઇ અને ૨૦૨૦ના અંતમાં ઓસરી ચૂકી હતી. જેથી લોકો અને સરકાર બન્નેએ સાવચેતી ઓછી કરી દીધી અને બીજી લહેર દાવાનળની જેમ રાજ્યમાં ફેલાઇ હતી અને હજારો લોકોના મૃત્યુ થયા હતા. બીજી લહેરે સમગ્ર દેશમાં નિરાશાજનક અને અંધકારમય પરિસ્થિતિ સર્જી હતી. બીજી લહેરે લોકોના માનસ પર ઘેરા ઘા છોડયા છે. બીજી લહેર હવે ઓસરી રહી છે, સરકારે પણ ત્રીજી લહેરનું વિસ્તૃત આયોજન રજૂ કર્યુ છે. જો કે આ રાજ્યનો વિષય હોવાથી કોર્ટ તેમાં વધુ હસ્તક્ષેપ કરવા માગતી નથી, પરંતુ કોર્ટ દ્વારા અપાયેલા સૂચનો અને અગાઉના અનુભવોને ધ્યાનમાં રાખી તમામ તકેદારી અને તૈયારી રાખવામાં આવે તે જરૃરી છે..

કોર્ટે સરકારને આપેલા મુખ્ય સૂચનો અને ભલામણો..

  • કોરોનાના નવાં વેરિયેન્ટ અણધાર્યા છે તજજ્ઞાોએ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી હોવાથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝન મુદ્દે લોકો બેદરકારી ન રાખે અને સરકાર પણ કડકાઇથી અમલીકરણ કરાવે.
  • ત્રીજી લહેર સર્જાવાની શક્યતા કે કેસોમાં ઉછાળાની શક્યતા દર્શાવતા સૂચકઆંકો પર સરકાર ચાંપતી નજર રાખે.
  • નવાં વેરિયેન્ટના લક્ષણો અંગે સરકાર લોકોને સતત માહિતગાર કરતી રહે.
  • નવાં વેરિયેન્ટના કારણે ગમે ત્યારે કેસોમાં ઉછાળો આવે તેમ હોવાથી સરકાર વેક્સિનનો પૂરતો સ્ટોક મેળવવા તમામ જહેમત ઉઠાવે અને વેક્સિનેશનને વેગ આપે.
  • વૃદ્ધો, દિવ્યાંગો અને વંચિત લોકો માટે ડોર-ટુ-ડોર વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવે.
  • ત્રીજી લહેરમાં બાળકો વધુ અસરગ્રસ્ત થવાનો ભય હોવાથી પીડિયાટ્રિક કેર અને વ્યવસ્થા પર ધ્યાન આપવામાં આવે.
  • ૧૮ વર્ષથી નીચેના બાળકો માટે પણ વેક્સિનેશન ડ્રાઇવ કરવામાં આવે.
  • ભૂતકાળના અનુભવને ધ્યાને લઇ તમામ સ્તરે પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવે.
  • પહેલી અને બીજી લહેરમાં મેડિકલ સ્ટાફની તીવ્ર તંગી હતી, તેથી હવે કાયમી મેડિકલ સ્ટાફની ભરતીની કાર્યવાહી વહેલી તકે થવી જોઇએ.
  • .

હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું છે કે સરકારે તબીબી શિક્ષણનો મહત્વનો હિસ્સાઓમાં સુધારો કરે તે જરૃરી છે. તબીબી શિક્ષણનું મોડેલ બદલી તેને મલ્ટી ડિસીપ્લનરી અને સામાજિક જવાબદારી ધરાવતું બનાવવામાં આવે. આ ઉપરાંત તબીબ શિક્ષણમાં એપિડેમોલોજી(રોગચાળાવિજ્ઞાાન)ના મહત્વના સિદ્ધાંતો પર પણ ભાર મૂકવામાં આવે. સમાજિક કુશળતા અને ટેલિમેડિસિનની પણ તાલીમ તબીબી શિક્ષણ દરમિયાન આપવામાં આવે. જેથી કોરોના જેવી પરિસ્થિતિમાં પરિવહન શક્ય ન હોય તો પણ સારવાર થઇ શકે.(source:GSTV)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ ધારાસભ્યે ઓક્સીઝન પ્લાન્ટ બનાવવા માટે રસ્તા ઊપર ઉતરીને ‘ભીખ’માંગી …જાણો કોણ છે આ ધારાસભ્ય ?

Abhayam

નવજોત સિંહ સિદ્ધુ સંભાળશે પંજાબ કોંગ્રેસની કમાન…

Abhayam

દિલ્લી સરકાર કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારને આ રીતે વળતર આપશે ..

Abhayam

Leave a Comment