Gaganyaan mission update : શનિવારના રોજ ઈસરોએ ગગનયાન ક્રુ મોડ્યુલના સુરક્ષિત લેંડિંગ માટે ટીવી ડી-1 ની ફ્લાઇટનું પરિક્ષણ કર્યુ હતું, જેમા આગરામાં બનેલા 10 પેરાશૂટ સિસ્ટમથી ક્રુ મોડ્યુલની ગતિને રોકવા માટે ચોક્કસ જગ્યા પર લેંડિંગ કરાવ્યું હતું. એવામાં ગઈકાલે ઈસરો ચીફ એસ. સોમનાથનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. એસ. સોમનાથે જણાવ્યું કે, ‘ગગનયાન’ મિશન માટે ફાઈટર એરક્રાફ્ટ ઉડતી મહિલા પાઈલટ અથવા મહિલા વૈજ્ઞાનિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. ભવિષ્યમાં આવી મહિલાઓને સ્પેસ ફ્લાઈટમાં મોકલવી શક્ય બનશે.
xસ્ત્રી હ્યુમનૉઇડ રોબોટ સાથે ગગનયાન આવતા વર્ષે ઉડાન ભરશે
‘ગગનયાન’ મિશન વિશે માહિતી આપતા તેમને જણાવ્યું કે, ISRO આવતા વર્ષે તેના માનવરહિત અવકાશયાનમાં સ્ત્રી હ્યુમનૉઇડ મોકલશે. ઉપરાંત તેમણે માહિતી આપી કે, ઈસરોનો ધ્યેય ત્રણ દિવસીય ગગનયાન મિશન માટે 400 કિલોમીટરની લોઅર અર્થ ઓર્બિટમાં માનવોને અવકાશમાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…