Abhayam News
AbhayamNews

માસ પ્રમોશનની શરૂ થઈ માથાકુટો વાંચો સંપૂર્ણ ખબર…

સ્કૂલ સંચાલકો કહે છે કે, ‘ધો.10ની પહેલી અને બીજી કસોટીના પરિણામના આધારે પ્રવેશ આપીશું’.

  • ધો.10ના રજિસ્ટર્ડ 79 હજાર વિદ્યાર્થી સામે ધો. 11માં 59 હજાર બેઠકો,
  • ડિપ્લોમા પ્રવેશ બાદ કરતા અંદાજે 9 હજાર વિદ્યાર્થીને પ્રવેશ માટે મુશ્કેલી
  • વાલીઓ : ધો. 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ કેવી રીતે મળશે?
  • માસ પ્રમોશનને પગલે શહેરની 650 સ્કૂલમાં 200થી વધુ વર્ગ વધારવા પડે તેવી સ્થિતિ
  • સ્કૂલ સંચાલકો-શિક્ષણવિદોનો વિરોધ

ધો. 10માં માસ પ્રમોશન આપવાના નિર્ણયની સ્કૂલો, વાલીઓ અને શિક્ષણ પર માઠી અસરપડે તેવી સંભાવના નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. શિક્ષણ વિભાગના સૂત્રો મુજબ ધો. 10માં અંદાજે 79 હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થાય છે. આમાંથી સરેરાશ 11 હજાર જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે આઇટીઆઇ અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવે છે. જેની સામે ધો. 11 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં 59 હજાર જેટલી બેઠકો છે. આ મુજબ 9 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ માટે મુશ્કેલી સર્જાશે.

આ પણ વાંચો:વાવાઝોડાએ બદલી પોતાની દિશા વે વાવાઝોડું ગુજરાતમાં નહિ ટકરાય

શિક્ષણવિદ ડો. અનીષા મહિડાએ કહ્યું કે, માસ પ્રમોશનને લીધે વિદેશમાં વધુ અભ્યાસ માટે મુશ્કેલી સર્જાશે. સરકારી નોકરીમાં પણ તકલીફ ઉભી થશે. ડિપ્લોમા અને આઇટીઆઇ જેવી સંસ્થા મેરિટ લીસ્ટ કેવી રીતે તૈયાર કરશે તે પણ એક સવાલ છે. કદાચ સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા પણ રદ કરવાનો વારો આવે.

8 સ્કૂલના સંચાલકોએ કહ્યું, પ્રવેશ પરીક્ષા યોજી તેના આધારે એડમિશન આપીશું

સરકાર ગાઇડલાઇન નહીં આપે તો પહેલી-બીજી કસોટીના આધારે પ્રવેશ અપાશે. – મીનાક્ષી દેસાઇ, સંચાલક, ભૂલકા ભવન સ્કૂલ

અમારી સ્કૂલના વિદ્યાર્થીને પ્રાયોરિટી હશે. પછી જગ્યા હશે તો કસોટીના પરિણામ જોઇ પ્રવેશ અપાશે. – જગદીશ ટેકરાવાલા, સંચાલક, I.N. ટેકરાવાલા

સરકારની ગાઇડલાઇન મુજબ પ્રવેશ આપીશું. અમારા ક્રાઇટેરીયા મુજબ ધો.8-9 તથા ધો. 10ની કસોટી આધારે પ્રવેશ અપાશે. – અજીત શાહ, સંચાલક, જીવન ભારતી સ્કૂલ

ધો.8-9 અને 10ની પહેલી અને બીજી કસોટીના પરિણામ આધાર પર પ્રવેશ આપવાની તૈયારી કરી છે. – અશ્વીન મહેતા, વાઇસ ચેરમેન, વનિતા વિશ્રામ સ્કૂલ

નવા વિદ્યાર્થી માટે પ્રવેશ પરીક્ષા લઇશું, જ્યારે અમારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની સ્કૂલના પરિણામના આધારે પ્રવેશ અપાશે.- ચુનીલાલ ગજેરા, ગજેરા વિદ્યાભવન

સરકારી ગાઇડલાઇન મુજબ પ્રવેશ અપાશે, પરંતુ ધો. 10ની પહેલી અને બીજી કસોટીના આધારે પ્રવેશ અપાશે. – શૈલેષ રામાણી, સંચાલક, આશાદીપ સ્કૂલ

પ્રવેશ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. બંને સ્ટ્રીમની જુદી-જુદી પ્રવેશ પરીક્ષા લેવાશે. હાજરી પણ તપાસીશું. – ધર્મેશ સવાણી, સંચાલક, એલ. પી. સવાણી સ્કૂલ

ગણિત-વિજ્ઞાનમાં સારા માર્ક્સ હશે તો જ સાયન્સમાં પ્રવેશ આપીશું. ધો. 10ની કસોટી પરિણામને પણ ધ્યાને લેવાશે. – જગદીશ ઇટાલીયા, સંચાલક, સંસ્કાર ભારતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા રદ

Vivek Radadiya

ઓસ્ટ્રેલિયાએ લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય ભારતીયોની મુશ્કેલી વધશે

Vivek Radadiya

તાલીબાને ભારત સાથે તોડ્યા વ્યાપારિક સબંધ , આયાત-નિકાસ પર લગાવી દીધો પ્રતિબંધ.

Deep Ranpariya

1 comment

Comments are closed.