Abhayam News
AbhayamNews

ભાજપ યુવા મોરચા દ્વારા લેવાયો આ નિર્ણય…

ભાજપના પ્રદેશ સંગઠન (BJP’s region organization)ની રચના બાદ ભાજપ યુવા મોરચા (BJP Youth Front)ના સંગઠનની રચના ચાલુ છે. ભાજપ પ્રદેશની યુવા મોરચાની રચના પૂર્ણ થઈ ચૂકી છે. જે મુજબ ગુજરાતને 41 જિલ્લા અને મહાનગરોમાં વહેંચવામાં આવ્યું છે. ત્યારે હવે યુવા મોરચામાં 35 વર્ષથી વધુ વયના લોકોને ન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 રાજ્ય સહિત ભારતની સૌથી ઝડપી વિકસિત ભારતીય જનતા પાર્ટી મહત્વના નિર્ણયો માટે હંમેશા ચર્ચામાં રહી છે. ત્યારે, ગુજરાતમાં વધુ એક નિર્ણય પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણય ભાજપના યુવા મોરચાને સીધો અસર કરતા છે. જેમાં, અત્યાર સુધી ભાજપ યુવા મોરચા માં કોઈ અનિશ્ચિત વય સાથેના સભ્યો જોડાઈ રહેતા હતા. પરંતુ, હવે ભાજપ યુવા મોરચામાં માત્ર 35 વર્ષથી નીચેની વયના લોકો જ જોડાઈ શકશે. તેવો એક નિર્ણય પ્રદેશ ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે.

ભાજપ યુવા મુરચામાં 35 વયથી નીચેના લોકો જ જોડાઈ શકશે

ભાજપ યુવા મુરચામાં 35 વયથી નીચેના લોકો જ જોડાઈ શકશે

ભાજપ દ્વારા યુવા મોરચા માટે લેવાયો મહત્વનો નિર્ણય….


35થી નીચેની વય ધરાવતા સભ્યો જ રહેશે યુવા મોરચામાં….


પાર્ટીમાં યુવાઓને તૈયાર કરવા લેવાયો નિર્ણય…….

રજનીકાંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, યુુવાઓને વધુને વધુ ભાજપ સાથે જોડાશે અને તૈયાર થશે. યુવા મોરચામાં પહેલા વય મર્યાદા ન હોવાથી નાની અને મોટી વયના લોકો જોડાતા હતા. ત્યારે, હવે યુવા મોરચનો હેતુ જળવાય અને યુવાઓ ભાજપ સાથે યુવા મોરચામાં જોડાઈ તૈયાર થાય તે માટે ખાસ આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં ઉત્તર ઝોનમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યુવા મોરચાની નવી રચના કરાઈ છે. જેમાં કોઈ પણ સભ્ય 35 વયથી વધુ વયનું નથી. આ જ રીતે બાકીના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ આ નિર્ણય મુજબ યુવા મોરચાની રચના કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીનુ નેટવર્થ જાણીને રહી જશો હેરાન

Vivek Radadiya

હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કેમ કરી રહ્યા છે ટ્રક ડ્રાઇવર્સ?

Vivek Radadiya

ગોપાલ ઈટાલિયાને ઈજા,AAPના કાર્યકર્તાઓને પોલીસે દોડાવી-દોડાવીને માર્યા..

Abhayam