Abhayam News
AbhayamNews

કિસાન આંદોલન ફરી ઊંચકાયું, હજારો ખેડૂત બેરિકેડ્સ તોડીને અંદર ઘૂસી ગયા..

મહિનાઓ સુધી દિલ્હીની બોર્ડર ઘેરીને બેઠેલા ખેડૂતોએ શનિવારે આંદોલનમાં પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન કર્યો. સમગ્ર પંજાબમાંથી હજારો ખેડૂતો મોહાલીના રસ્તે ચંદીગઢ પહોંચ્યા, તો હરિયાણાના ખેડૂતોએ પંચકૂલાના રસ્તે ચંદીગઢમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ આંદોલનની શરૂઆત થઈ. આંદોલન કરતા ખેડૂતો ચંદીગઢમાં આશરે 6થી 7 કિમી અંદર ઘૂસી ગયા. જોકે, રાજભવનની પાસે પોલીસે તેમને રોકી લીધા. ખેડૂતોએ ગવર્નરના નામે આવેદન ડીસીને આપ્યું અને ત્યાંથી પાછા આવી ગયા.

ખેડૂતોના સંયુક્ત મોરચાએ કહ્યું હતું કે, તેમની માર્ચ શાંતિપૂર્ણ રહેશે, પરંતુ ઘણી જગ્યાઓ પર ખેડૂતોએ બેરિકેડ્સ તોડ્યા અને પોલીસે તેમના પર પાણીનો મારો ચલાવ્યો. આ દરમિયાન પ્રદર્શન કરી રહેલા કેટલાક ખેડૂતો ઈજાગ્રસ્ત પણ થઈ ગયા.

ચંદીગઢમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેઈન રાખવા માટે કેટલાક એન્ટ્રી પોઈન્ટ્સ પર સામાન્ય લોકોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે.


ચંદીગઢ ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે, તેઓ ચંદીગઢ આવવા માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરે.


ખેડૂતોના પ્રદર્શનને પગલે શનિવાર સાંજે 5 વાગ્યા સુધી રસ્તા પર ટ્રાફિક પ્રભાવિત રહી શકે છે.


સાંજે 5 વાગ્યા સુધી પંચકૂલાના રસ્તા પર ટ્રાફિક પ્રભાવિત રહી શકે છે.

ચંદીગઢ હાઉસિંગ બોર્ડ તેમજ પંચકૂલા બોર્ડરને સવારે 9 વાગ્યા બાદ સીલ કરી દેવામાં આવી છે.


ચંદીગઢથી સિમલા તરફ જનારા લોકો પંચકૂલા જવાને બદલે સિસવાં રોડ પરથી નયાગાંવ, નાલાગઢ અને ત્યાંથી સિમલા તરફ જઈ શકે છે. સિમલાથી દિલ્હી તરફ આવનારા લોકો નાલાગઢથી નયાગાંવ થઈને ચંદીગઢથી દિલ્હી તરફ જઈ શકે છે. યમુનાનગરથી પંચકૂલા તરફ જતા લોકો બરવાલાથી ડેરાબસ્સી, જીરકપુર થઈને ચંદીગઢ જઈ શકે છે.

ખેડૂતોએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓને પાસ કરી દીધા છે. તેને હટાવવા માટે વડાપ્રધાન અને મંત્રીઓને છેલ્લાં 7 મહિના કરતા વધુ સમયથી કહેવામાં આવી રહ્યુ છે, પરંતુ કોઈ વાત સાંભળી નથી રહ્યું. ખેડૂતોએ કહ્યું, સરકારે વહેલામાં વહેલી તકે ત્રણેય કૃષિ કાયદાઓને રદ્દ કરવા જોઈએ, નહીં તો આ જ રીતે પ્રદર્શન ચાલુ રહેશે.

મુલ્લાંપુર બેરિયર, જીરકપુર બેરિયર, સેક્ટર 5-8 ટર્ન, સેક્ટર 7-8 ટર્ન, સેક્ટર-7 પીઆરબી કટ, ગોલ્ફ ટર્ન, ગુરસાગર સાહિબ ટર્ન, મૌલીજાગરાં બ્રિજ, હાઉસિંગ બોર્ડ બ્રિજની પાસે, કિશનગઢ ટર્ન અને મટૌર બેરિયર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

૪ વર્ષથી બંધ પડેલા ટાયર વગર ના સ્કૂટર નો મેમો મોકલ્યો વડોદરા ટ્રાફિક પોલીસે જાણો શું છે પૂરી ઘટના …

Abhayam

IPS મનોજ કુમાર શર્માની કે જેઓ પર બનેલી ફિલ્મ ‘12th Fail’ 

Vivek Radadiya

સુરત માં વધુ એક બૂટલેગર બેફામ ઉડાડ્યા કોરોના ના નિયમોના લીરા…

Abhayam