Abhayam News
AbhayamNews

ફરી ધ્રુજી કચ્છની ધરા અનુભવાયો 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો..

ફરી ધ્રુજી કચ્છની ધરા, નોંધાયો ભૂંકપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંન્દુ વામકાથી 11 કિ.મી દૂર નોંધાયું, સવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપની આંચકા નોંધાયા હતા.

કચ્છમાં ફરી ધરા ધ્રુજી, કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા કચ્છવાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું જણાયું હતું જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંન્દુ વામકાથી 11 કિ.મી દૂર નોંધાયું છે. મહત્વનું છે કે સવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપની આંચકા નોંધાયા હતા.

ફરી ધ્રુજી કચ્છની ધરા, નોંધાયો ભૂંકપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંન્દુ વામકાથી 11 કિ.મી દૂર નોંધાયું, સવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપની આંચકા નોંધાયા હતા.

કચ્છમાં ભૂકંપ આવતા કચ્છવાસીઓમાં ફફડાટ..


આજે સવારે દેશના ત્રણ રાજ્યોમાં અનુભવાયો હતો ભૂકંપ..


જાણો ક્યા અને કયા સમયે આવ્યા ભૂકંપના આંચકા..

ભારતના 3 રાજ્યોમાં શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3 રાજ્યોમાં ભૂકંપના ઝટકા અલગ અલગ સમયે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપી તીવ્રતા 4.1, 3.0, અને 2.6 હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપના આંચકા ક્રમશઃ સોનિતપુર એટલે કે આસામ, ચંદેલ એટલે કે મણિપુર અને પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ ભૂકંપની ખાતરી કરી છે.

આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે 4.20 મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે 2.6ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સોનિતપુર એટલે કે આસામમાં સવારે 2.40 મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા 4.1ની રહી હતી. ચંદેલ એટલે કે મણિપુરમાં 1.06 ના સમયે 3.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વિરાટનો બર્થડે અને ભારતની મેચ

Vivek Radadiya

ત્રીજા દિવસે વધારો થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં, જાણો આજે કેટલું થયું મોંઘું…..

Abhayam

PM મોદી::દોસ્તી નિભાવશે, Japan Visit માટે રવાના, શિંજો આબેના અંતિમ સંસ્કારમાં લેશે ભાગ

Archita Kakadiya