રાજ્યના ગૃહ વિભાગે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકમમાં હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. રાજ્યમાં છાશવારે આમ આદમી પાર્ટીના કાર્યકમ દરમ્યાન નેતાઓ પર હુમલા થયા છે જેના કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા જૂનાગઢના વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીની ગાડીઓ પર હુમલો થયો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો. ત્યારે હવે આ હુમલા થયાના 48 કલાક બાદ ગૃહ વિભાગે આમ આદમી પાર્ટીને સુરક્ષા આપવાની ખાતરી આપી છે..
જૂનાગઢના વિસાવદરના લેરીયા ગામે આમ આદમી પાર્ટી ના કાફલા પર થયેલા હુમલા બાદ આખી રાત હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી સહિતના તમામ નેતાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ રાત્રી દરમિયાન પોલીસ સ્ટેશનમાં જમીન પર સૂઈ રાતવાસો કર્યો હતો.
આમ આદમી પાર્ટીના નેતાએ ચીમકી ઉચારી હતી કે, ન્યાય નહીં મળે તો દિલ્હી થી અરવિંદ કેજરીવાલ પણ આવશે એવી ચીમકી ઉચ્ચારતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે હવે રાજ્યના ગૃહવિભાગે આમ આદમી પાર્ટીની સુરક્ષાને લઇને મોટો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીના જ્યાં સ્થળે અથવા જ્યાં ગામડે કાર્યક્રમ હશે ત્યાં સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત પૂરું પાડવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…