Abhayam News
AbhayamNews

જાણી લો:-ગુજરાતમાં માસ્કના દંડ મામલે આવી ગયા મોટા સમાચાર…

ગુજરાતની રૂપાણી સરકારેની કોરોના સુઆમોટો અરજી પર હાઈકોર્ટમાં સનાવણી શરૂ થઈ છે. માસ્કના દંડ ઓછા કરવા સરકારે કોર્ટમાં અરજી કરી છે, પરંતુ આ મામલે હાઈકોર્ટે સખ્ત વલણ દાખવતા જણાવ્યું કે માસ્કનો દંડ 1000 રૂપિયા જ રહેશે. બીજી તરફ હાઈકોર્ટે જણાવ્યું કે કોરોના અંગે સરકારે લીધેલા પગલાં અને કામગીરી અમે ધ્યાને લીધી છે. રાજ્ય સરકારે માસ્કનો દંડ ઘટાડવા અંગે રજૂઆત કરી હતી. જોકે હાઇકોર્ટે કહ્યું હતું કે, ‘પર્યાપ્ત વેક્સિનેશન બાદ માસ્કના દંડ ઘટાડા અંગે વિચારીશુ. માસ્ક પર 1 હજાર દંડ રાખ્યો છતા બીજી લહેર આવી.’ સરકારે કોરોનાના કેસો પિક પર હતા ત્યારે આપણે દંડ વસૂલ્યો જ છે. હવે પ્રમાણમાં કેસો ઓછા છે માટે દંડની રકમ ઓછી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેર અપેક્ષિત છે. જો માસ્કની રકમ ઓછી કરો તો શું લોકો શિસ્તમાં રહશે? લોકો શિસ્તમાં રહેશે તેની જવાબદારી રાજ્ય સરકાર લેશે? લોકોને માસ્ક પહેરાવો એ જ વિકલ્પ છે. દંડની રકમ વધારે છે એટલે લોકો શિસ્તમાં છે. લોકો હવે પૈસા નથી તેવું કહીને ઉભા રહી જાય છે.

કોરોના

હાઈકોર્ટે જણાવ્યું કે જો 50 ટકા લોકો વેકસીનેટેડ થાય તો સરકાર 50 ટકા માસ્કના દંડ ની રકમ ઘટાડવા વિચારણા કરાશે. કોર્ટે જણાવ્યં કે અન્ય દેશો ની તુલના માં આપણે ખૂબ ઓછો દંડ કરીએ છીએ, દિવ્યાંગો માટે વેક્સીનેશન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે, બીજી તરફ હાઈકોર્ટે જણાવ્યું કે લોકો માસ્ક પહેરી ફરે અમને પણ નથી ગમતું.

ગૃહિણીઓ

કોરોના સુઓમોટો અરજી પર ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી થઈ
રાજ્ય સરકારે હાઇકોર્ટે સમક્ષ રજૂ કર્યું સોંગદનામું
સરકારે લીધેલા પગલાં અને કામગીરી અમે ધ્યાને લીધી છે
કોઈ અમને સલાહ આપવા માંગે છે કે કેમ
માસ્ક મુદ્દે સરકારની ગુજરાત હાઇકોર્ટમાં રજુઆત
માસ્કના દંડ ઓછા કરવા સરકારની રજુઆત

50 ટકા લોકો વેકસીનેટેડ થાય તો સરકાર 50 ટકા માસ્કના દંડની રકમ ઘટાડવા કરશે વિચારણા- હાઇકોર્ટે
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર અપેક્ષિત છે – હાઇકોર્ટે
રાજ્યમાં કરફ્યૂનો સમય ઘટાડવા માટે રજૂઆત કરવામાં આવી
એડવોકેટ એસો તરફથી પર્શિ કેવિનાની રજૂઆત..
રાત્રિ કરફ્યુંનો કોઈ મતલબ જ નથી.

પોલીસ

રાત્રિ કરફ્યુનું અમલીકરણ પર અનેક સવાલો – એડવોકેટ એસો
દિવ્યાંગો માટે વેક્સીનેશન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે – એડવોકેટ એસો
હાલમાં બધું ઓન ધ સ્પોટ મળે છે માટે તેની જરૂર નથી -કોર્ટ
શુ તમે જાણો છો અન્ય દેશોમાં માસ્ક ના પહેરવા બદલ કેટલો દંડ છે- હાઇકોર્ટે
અન્ય દેશોની તુલનામાં આપણે ખૂબ ઓછો દંડ કરીએ છીએ- હાઇકોર્ટે
અમને પણ નથી ગમતું લોકો માસ્ક પહેરી ફરે- હાઇકોર્ટે
પણ જ્યાં સુધી લોકો વેક્સીનથી સજ્જ ના બને ત્યાં સુધી માસ્ક જરૂરી જ રહેશે…
હવે અમારે માસ્ક ના મુદા પર કોઈ વધારે ચર્ચા કરવી નથી…હાઇકોર્ટે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અંગે હાઇકોર્ટે હાથ ધરેલા સુઓમોટોમાં રાજ્ય સરકારે સોગંદનામા દ્વારા દાવો કર્યો છે કે સપ્ટેમ્બર-૨૦૨૧ના અંત સુધીમાં રાજ્યના ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા ૮૦ ટકા લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અપાઇ ચૂક્યો હશે. આ ઉપરાંત સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે થનારા આગોતરા આયોજનની વિગત આપતાં કહ્યું છે કે બીજી લહેરમાં રાજ્યમાં ૨૪ પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ હતા, ત્રીજી લહેરમાં તેની સંખ્યા વધારીને ૪૦૦ કરવામાં આવશે.

રાજ્ય સરકારે સોગંદનામામાં રજૂઆત કરી છે કે સંભવિત ત્રીજી લહેર માટે અગાઉથી જ આગાહી મળી શકે તે માટેની પદ્ધતિઓ ગોઠવવામાં આવશે. દવાઓ અને સારવારના જરૃરી સાધનોનો વ્યૂહાત્મક સ્ટોક કરવામાં આવશે. વધારાના ડૉક્ટરો, નર્સો અને સ્ટાફને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવશે. જેથી જરૂર પડયે તેઓ સીધા હોસ્પિટલમાં ફરજ પર હાજર થઇ શકે બીજી લહેર દરમિયાન રાજ્યમાં ખાનગી અને સરકારી કુલ ૧૮૦૦ કોવિડ હોસ્પિટલ હતી. ત્રીજી લહેર આવે તો આ હોસ્પિટલોની સંખ્યા ૨૪૦૦ હશે.

વેક્સિનેશન વિશે રાજ્ય સરકારે જવાબ આપતાં કહ્યું છે કે ૨૯મી જૂનની પરિસ્થિતિએ ગુજરાતમાં ૧,૩૩,૧૬,૫૫૫ લોકોને કોવિડ રસીનો પહેલો ડોઝ અપાઇ ચૂક્યો છે અને ૩૯,૦૮,૫૦૧ લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે. રાજ્ય પાસે હાલની પરિસ્થિતિએ કોવિશીલ્ડના ૫,૧૨,૨૬૦ અને કોવેક્સિનના ૮૨,૭૭૦ ડોઝ એમ કુલ ૫,૯૫,૦૩૦ ડોઝનો સ્ટોક ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કેજરીવાલ સરકાર પર દવા કૌભાંડનો ગંભીર આરોપ

Vivek Radadiya

જાણો:-આરોપીઓે માત્ર આટલા ₹માં LRD – PSI ભરતીનું કૌભાંડ કર્યુ…

Abhayam

આઈપીઓથી કરવા માંગો છો કમાણી જાણી લો આ નિયમ

Vivek Radadiya