Abhayam News
AbhayamNews

ભાજપના ધારાસભ્ય પંચમહાલના રિસોર્ટમાં દારૂ અને જુગારની મહેફિલમાં પકડાયા…

હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલા એક રીસોર્ટમાં દારૂની મહેફિલ અને જુગારધામ ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે તાત્કાલીક અસરથી આ રિસોર્ટમાં દરોડો કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ભાજપના ધારાસભ્ય અને 7 મહિલા સહિત 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ તમામ લોકોની ધરપકડ કર્યા બાદ તેમની સામે જુગાર અને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે રિસોર્ટની અંદરથી પોલીસને દારૂની 9 જેટલી બોટલો પણ મળી આવી છે.

પંચમહાલના હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલા જીમીરા રિસોર્ટમાં જુગાર અને દારૂની પાર્ટી ચાલી રહી હોવાની વાત પાવાગઢ પોલીસને મળી હતી. તેથી ક્રાઇમ બ્રાન્ચ અને પાવાગઢ પોલીસ દ્વારા રિસોર્ટની અંદર દરોડો કરવામાં આવ્યો હતો. જો કે દરોડા દરમિયાન ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ તેમના મિત્રો અને 7 મહિલા સહીત કુલ 21 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દરોડા બાદ રિસોર્ટની અંદર તપાસ કરવામાં આવી ત્યારે રિસોર્ટમાંથી દારૂની 9 જેટલી બોટલો મળી આવી હતી. ધારાસભ્ય કેસરીસિંહ માતર વિધાનસભાના ધારાસભ્ય છે.

આ સમગ્ર મામલે જિલ્લા SP ડૉક્ટર લીના પાટીલે જણાવ્યું હતું કે, ઝડપાયેલા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી માતરના ધારાસભ્ય છે અને તેઓ બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે ચુંટાયેલા છે. ભાજપના ધારાસભ્ય દારૂ અને જુગારની મહેફિલમાં પકડાતા રાજકારણમા ગરમાવો આવ્યો છે. એક તરફ રાજ્યની ભાજપ સરકાર જ કહી રહી છે કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવે છે. ત્યારે ભાજપના ધારાસભ્ય દારૂ અને જુગારની મહેફિલમાં પકડાતા સરકારની કામગીરી પર પણ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, રિસોર્ટમાં ચાલતુ જુગારધામ અમદાવાદનો એક ઈસમ ચલાવી રહ્યો હતો. જુગારમાં આ ઈસમ રોકડ રૂપિયાના વ્યવહાર સામે પ્લાસ્ટિકના કોઈનનો ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત ઝડપાયેલી મહિલાઓ જુગારમાં જોકી તરીકે કામ કરતી હતી. આ મહિલાઓ જુગાર રમતા સમયે લોકોને તાસના પત્તા વહેંચવા સહિત પ્લાસ્ટિકના કોઈનની વેચણી કરતી હતી. પોલીસે રિસોર્ટ માટે પકડાયેલા 21 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની પાસેથી 3.50 લાખ રૂપિયા રોકડા મોબાઈલ ફોન અને પાંચ કાર જપ્ત કરી છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સાયબર સ્કેમનો નવો કેસ સામે આવ્યો

Vivek Radadiya

ભારતના મજબૂત ઈકોનોમિક ગ્રોથનું પૈડું

Vivek Radadiya

બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદિત કરતો દેશ

Vivek Radadiya