Abhayam News
Abhayam News

ઉત્તરાખંડમાં નવા CMની રેસ….

  • ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં આજે નવા નેતાની પસંદગી થશે.
  • નરેન્દ્રસિંહ તોમર કેન્દ્રીય નિરીક્ષક તરીકે દહેરાદૂન પહોંચ્યા.
  • બપોરે 3 વાગ્યે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાશે.
  • નવા મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત કરાશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદથી તીરથ સિંહ રાવતે રાજીનામું આપી દીધું છે. દહેરાદૂનમાં આજે બપોરે 3 વાગ્યે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાશે. આ મીટિંગમાં નવા મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત કરાશે. આના માટે કેન્દ્ર દ્વારા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને સુપરવાઈઝર બનાવાયા છે અને તેઓ દહેરાદૂન પહોંચી ગયા છે.

નવા CM માટે ભાજપ હવે કોઈને બહારથી લાવવાને બદલે ધારાસભ્યોમાંથી પસંદ કરવાની તરફેણમાં છે. તાજેતરમાં સતપાલ મહારાજના ચાન્સ વધારે હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ પૂરું ભાર આપી રહ્યા છે, પરંતુ તેમને ધારાસભ્યોનો ટેકો મેળવવો મુશ્કેલ રહેશે તવું અનુમાન લગાવાઈ રહ્યું છે. બીજી બાજુ, આ રેસમાં કેન્દ્રીય પ્રધાન રમેશ પોખરીયાલ ‘નિશાંક’ બીજા ક્રમે માનવામાં આવી રહ્યા છે. પરંતુ સમસ્યા એ પણ છે કે જો તે સંસદ છે તો તેણે 6 મહિનામાં પણ ચૂંટણી લડવી પડશે.

ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યા પછી તીરથ સિંહ રાવતને 10 માર્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. હવે બંધારણ મુજબ પૌડી ગઢવાલથી ભાજપના સંસદ તિરથને 6 મહિનાની અંદર વિધાનસભાની પેટા-ચૂંટણી જીતવી પડે એમ હતું, તોજ તેઓ મુખ્યમંત્રી રહી શક્યા હોત. એટલે કે 10 સપ્ટેમ્બર પહેલા તેમને ધારાસભ્યની ચૂંટણી જીતવાની હતી.

વળી ચૂંટણીપંચે સપ્ટેમ્બર પહેલા પેટાચૂંટણી યોજવાની મનાઈ ફરમાવી દીધી હતી, ત્યારપછી રાવત સામે ધારાસભ્ય બનવાનું બંધારણીય સંકટ ઊભું થયું હતું. જોકે તે 6 મહિના પૂરા થયા પછી રાજીનામુ આપીને ફરી શપથ લઈ શકે છે, પરંતુ ભાજપને આગમી વર્ષમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આવું કરવું યોગ્ય લાગી રહ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

શિક્ષણમંત્રીની જાહેરાત:-આ તારીખથી ગુજરાતમાં ધોરણ 1થી 9ની શાળાઓ ઓફલાઈન શરૂ થશે..

Abhayam

વડોદરા: મેમુ ટ્રેનના ડબ્બામાં લાગી અચાનક આગ, આગનું કારણ અકબંધ..

Abhayam

જુઓ:-જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો..

Abhayam

Leave a Comment