Abhayam News
AbhayamNews

અમદાવાદ:-હવે AMCની ટીમ ઘરે આવી વેક્સીનનું સર્ટિ.માગશે….

એક માહિતી અનુસાર, અમદાવાદમાં 10 લાખ કરતા વધારે લોકો એવા છે કે જેમણે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો છે, છતાં પણ તેઓ વેક્સીન લેવા માટે જતા નથી.

તેથી આ લોકોને વેક્સીનના બે ડોઝ મળી રહે એટલા માટે હવે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમ વ્યક્તિના ઘરે-ઘરે જઈને આ બાબતે તપાસ કરશે. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા લોકોના ઘરે જઈને વેક્સીનેશન સર્ટીફીકેટની માગણી કરવામાં આવશે

અને જે લોકોનો બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો છે અને તેમને વેક્સીન નથી લીધી તેવા લોકોને સ્થળ પર જ વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવશે. આ ઉપરાંત જે લોકોએ વેક્સીન નથી લીધી તેમને પણ સ્થળ પર જ એટલે જે તેમના ઘરે જ વેક્સીન આપવામાં આવશે.

લોકો કોરોનાથી સુરક્ષિત રહે એટલા માટે સરકાર દ્વારા વેક્સીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ઘણા લોકોએ કોરોના વેક્સીનના બે ડોઝ લીધા છે. પણ કેટલાક લોકો એવા છે કે તેઓ વેક્સીન લેવાથી ડરી રહ્યા છે અથવા તો કોરોના વેક્સીન લેવા માગતા નથી.

તો બીજી તરફ હવે રાજ્યમાં પણ ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. એટલા માટે જ રાજ્યનું આરોગ્યતંત્ર વધારે સતર્ક બન્યું છે. ત્યારે વેક્સીનેશન બાબતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 6,52,856 ઘરની તપાસ કરાતા તેમાંથી જાણવા મળ્યું કે, 6,19,660 લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. 22,994 લોકો એવા છે કે જેમણે એક પણ ડોઝ લીધો નહોતો.

એટલે તેમને સ્થળ પર જ વેક્સીન આપવામાં આવી. તો 22,646 લોકો એવા હતા કે તેમને બીજા ડોઝનો સમય થયો હોવા છતાં પણ વેક્સીન લીધી નથી. એટલે આ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આમ કુલ 53,532 લોકોને વેક્સીન આપવામાં આવી હતી.

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા અત્યાર સુધીમાં 6.52 લાખ ઘરોમાં આ બાબતે ચકાસણી કરવામાં આવી હતી.

તે સમયે 22,994 લોકો એવા મળ્યા હતા કે જેમણે વેક્સીનનો એક પણ ડોઝ લીધો નહોતો. એટલા માટે આ લોકોને તેમના ઘરે જ વેક્સીન મુકવામાં આવી હતી.

મહત્ત્વની વાત છે કે, અમદાવાદમાં લોકો વેક્સીન લેવા માટે એટલા માટે ડ્રો કરીને આઈફોન લોકોને આપવામાં આવ્યા આ ઉપરાંત 10 જેટલા સ્માર્ટ ફોન પણ લોકોને આપવામાં આવ્યા અને 3 કરતા વધુ લોકોને વેક્સીનની સાથે તેલનું પાઉચ પણ ફ્રીમાં આપવામાં આવ્યું.

છતાં પણ 10 લાખ જેટલા લોકો વેક્સીનનો બીજો ડોઝ મુકાવી રહ્યા નથી. તેથી આ લોકોને વેક્સીન મળી રહે એટલા માટે હવે ઘરે-ઘરે જઈને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્યકર્મીઓ દ્વારા તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો…

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાતમાં આ જગ્યાએ કોંગ્રેસમાં ભંગાણ, આટલા થી વધુ આગેવાનો AAPમાં જોડાયા..

Abhayam

વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી

Vivek Radadiya

બ્રાન્ડ Frooti ને બનાવી દીધી યુવાઓની ફેવરેટ

Vivek Radadiya