Abhayam News
AbhayamNews

વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી

Unseasonal rain forecast once again

વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી Gujarat Unseasonal Rain : રાજ્યમાં વધુ એકવાર હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નહીંવત છે.

Unseasonal rain forecast once again

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરશિયાળે વરસાદનું કારણ અરબ સાગર તરફથી આવતા ભેજયુક્ત પવનને લીધે થઈ શકે છે. આ સાથે આગામી બે-ત્રણ દિવસ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર ન થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. મહત્વનું છે કે, આજે નલિયામાં 11થી 14 ડિગ્રી તો અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યુ છે. આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે. વિગતો મુજબ 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. 

Unseasonal rain forecast once again

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. આ સાથે અમદાવાદ 16.7 ડિગ્રી, ગાંધીનગર 15.5 ડિગ્રી, રાજકોટ 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 15.2 ડિગ્રી, વડોદરા 16.2 ડિગ્રી, ભુજ 14.5 ડિગ્રી, કંડલા 14.4 ડિગ્રી, અમરેલી 16.0 ડિગ્રી, ભાવનગર 17.4 ડિગ્રી, પોરબંદર 17.3 ડિગ્રી, ડીસા 14.2 ડિગ્રી , વલ્લભવિદ્યાનગર 15.5 ડિગ્રી, કેશોદ 15.9 ડિગ્રી, મહુવા 17.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. આ સાથે પૂર્વ ઉત્તર પૂર્વના પવનો હોવાથી તાપમાન ઘટશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે.  આ સાથે તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્વનું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

આ જગ્યાએ આ સુધી લશ્કરી ભરતી રેલીનું આયોજન:-લશ્કરમાં જોડાવાની તક..

Abhayam

શું મહેન્દ્ર સિંહ ધોની રાજકારણમાં આવશે?

Vivek Radadiya

દક્ષિણ ગુજરાતના મીની સાળંગપુરમાં પંચદેવો 

Vivek Radadiya