Abhayam News
AbhayamNews

ગુજરાતમાં આ જગ્યાએ કોંગ્રેસમાં ભંગાણ, આટલા થી વધુ આગેવાનો AAPમાં જોડાયા..

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે-જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે-ત્યારે નેતાઓનું પક્ષ બદલાવાનું શરૂ થઇ જાય છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને સ્થાન મળતા ગુજરાતમાં પણ હવે આમ આદમી પાર્ટીનું કદ વધ્યું છે. ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, તો ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના હોદેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

સુરેન્દ્રનગરમાં વિક્રમ દવે, કમલેશ કોટેચા, સતીશ ગમારા, જીતુ દલવાડી, કનેશ સોલંકી, દીપક ચિહલા, રમેશ ધોળકિયા, એઝાઝ પરમાર, શાહરૂખ પઠાણ, રાજેશ ચિહલા, વિજયસિંહ રાઠોડ, નાનજી ભરવાડ, મનસુખ પરમાર, કાંતિ જાની, ચેતન અગ્રાવત, અપૂર્વ કોઠારી સહિતના આગેવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે

ક્રમનામહોદ્દો / પૂર્વ હોદ્દો (કોંગ્રેસ)
(૧)વિક્રમભાઈ દવેપૂર્વ નગરપાલિકા પ્રમુખ, વઢવાણ
(૨)કમલેશ કોટેચાપૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ
(૩)સતીષ ગમારાપૂર્વ વઢવાણ શહેર કોંગ્રેસ પ્રમુખ
(૪)દિપક ચીહલાજીલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ
(૫)કનેશ સોલંકીપૂર્વ ઉપ-પ્રમુખ વઢવાણ નગરપાલિકા
(૬)ઘનશ્યામભાઈ ભડાણીયાશહેર કોંગ્રેસ પૂર્વ મંત્રી
(૭)જીતુભાઈ પરમારપૂર્વ વઢવાણ શહેર ઉપ-પ્રમુખ
(૮)અપૂર્વભાઈ કોઠારીશહેર કોંગ્રેસ પૂર્વ મહામંત્રી
(૯)રમેશભાઈ ધોળકીયાશહેર કોંગ્રેસ પૂર્વ મહામંત્રી
(૧૦)શાહરૂખખાન પઠાણસોશ્યલ મીડીયા ઉપ-પ્રમુખ
(૧૧)અહેઝાદ હુશેન પઠાણસોશ્યલ મીડીયા પ્રમુખ
(૧૨)હેમુભાઈ પરમારશહેર સંગઠન મંત્રી
(૧૩)મનસુખભાઈ પરમારશહેર કોંગ્રેસ પૂર્વ મંત્રી
(૧૪)કેતનભાઈ અગ્રાવતજીલ્લા સોશ્યલ મીડીયા ઉપ-પ્રમુખ
(૧૫)દાનાભાઈ ભરવાડશહેર પૂર્વ મંત્રી
(૧૬)રાજેશભાઈ ચીહલાશહેર ઉપ-પ્રમુખ
(૧૭)વિજયસિંહ રાઠોડશહેર મંત્રી
(૧૮)કાર્તિકભાઈ જાનીતાલુકા સોશ્યલ કો-ઓર્ડીનેટર
(૧૯)કદમભાઈ દવેપૂર્વ ઉપ-પ્રમુખ વઢવાણ શહેર

.ગુજરાતમાં હવે ત્રીજા પક્ષ તરીકે લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.

સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું અને આ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારો સહિત અંદાજે 30 કરતાં પણ વધારે આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાનાર કોંગ્રેસના તમામ આગેવાનોનું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ખેસ પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યું હતું.

હવે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આરોપી મેહુલ ચોક્સી રવિવારથી લાપતા:-PNB કૌભાંડ..

Abhayam

કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું ભારત આટા

Vivek Radadiya

LDRP કોલેજના પરીક્ષા કેન્દ્ર બહાર કોરોના ગાઇડલાઇનના ઉડયા ધજાગરા …

Abhayam