કોરોના વાયરસની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓછી થવા લાગી છે. પણ સંકટ હજુ સુધી ટળ્યું નથી. કોરોનાને લઇ રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. આ પ્રકારનો જ એક કેસ ગુજરાતમાંથી સામે આવ્યો છે. જ્યાંની સાબરમતી નદીમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. અમદાવાદની વચ્ચેથી નીકળતી સાબરમતી નદીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં દરેકમાં કોરોના સંક્રમણ મળી આવ્યું છે.
આ રિસર્ચને લઇ IIT ગાંધીનગરના પૃથ્વી અને વિજ્ઞાન વિભાગના પ્રોફેસર મનીષ કુમારે જણાવ્યું કે પાણીના આ સેમ્પલ નદીમાંથી 3 સપ્ટેમ્બર 2020થી 29 ડિસેમ્બર 2020 સુધી દરેક અઠવાડિયે લેવામાં આવ્યા હતા. સેમ્પલ લીધા પછી તેની તપાસ કરવામાં આવી તો કોરોના વાયરસ સંક્રમિક જીવાણુ મળી આવ્યા. મનીષ કુમાર અનુસાર, સાબરમતી નદીથી 694, કાંકરિયા તળાવમાંથી 549 અને ચંદોલા તળાવમાંથી 402 સેમ્પલ લઇને તેની તપાસ કરવામાં આવી. આ સેમ્પલોમાં કોરોના વાયરસ મળી આવ્યો છે.
એટલું જ નહીં, સાબરમતી નદી ઉપરાંત અમદાવાદના બે મોટા તળાવ કાંકરિયા અને ચંદોલામાં પણ કોરોના વાયરસના લક્ષણ મળ્યા છે. તમને જણાવી દઇએ કે સાબરમતી નદી પહેલા ગંગા નદીથી જોડાયેલ અલગ અલગ સીવેજમાં પણ કોરોના વાયરસ મળી આવ્યો હતો, પણ હવે પ્રાકૃત્તિક જળમાં આ રીતે કોરોનાના લક્ષણ મળવાથી ચિંતા વધી છે. IIT ગાંધીનગરે અમદાવાદની સાબરમતી નદીના પાણીના સેમ્પલ લીધા હતા. જેનું અધ્યયન કરવામાં આવ્યું. પ્રોફેસર મનીષ કુમાર અનુસાર તપાસ દરમિયાન પાણીના સેમ્પલમાંથી કોરોના વાયરસની મોજૂદગીની જાણ થઇ છે જે ખતરનાક છે.
શોધમાં માનવામાં આવી રહ્યું છે કે વાયરસ પ્રાકૃત્તિક જળમાં પણ જીવિત રહી શકે છે. માટે શોધકર્તાઓનું માનવું છે કે દેશના દરેક પ્રાકૃત્તિક જળ સ્ત્રોતની તપાસ થવી જોઇએ. કારણ કે કોરોનાની બીજી લહેરમાં વાયરસના ઘણાં ગંભીર મ્યૂટેશન પણ જોવા મળ્યા છે. એટલું જ નહીં શોધકર્તાઓએ જ્યારે ગુવાહાટીની નદીઓના સેમ્પલ લીધા તો ત્યાંની ભારૂ નદીના એક સેમ્પલમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. કારણ કે અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એક પણ પ્લાન્ટ નથી. માટે બંને શહેરોની પસંદગી કરતા સેમ્પલિંગ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…