Abhayam News
AbhayamNews

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે

Petrol and diesel prices may come down

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટર દીઠ 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. સરકારી અધિકારીઓએ આપેલા સંકેત મૂજબ ક્રૂડ ઓઈલના ભાવ 80 ડોલર નીચે રહે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 21 મે, 2022 પેટ્રોલ-ડીઝલના ટેક્સમાં ઘટાડો કર્યો હતો.

Petrol and diesel prices may come down

ક્રૂડ ઓઈલના ભાવમાં આજે પણ ઘટાડો થયો છે, જે સતત ત્રણ દિવસથી ઘટાડો થઈ રહ્યો હતો. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ અમેરિકન ક્રૂડ ઓઈલમાં પણ 5% નો ઘટાડો જોવા મળ્યો હતો. એક્સપર્ટના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના અંત સુધીમાં ક્રૂડ ઓઈલ 70 ડોલરની સપાટી સુધી આવી શકે છે. તેથી ભારતમાં આગામી જાન્યુઆરી માસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.

ક્રૂડ ઓઈલના ભાવ 80 ડોલર નીચે રહે તો ભાવમાં ઘટાડો આવી શકે

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટર દીઠ 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. સરકારી અધિકારીઓએ આપેલા સંકેત મૂજબ ક્રૂડ ઓઈલના ભાવ 80 ડોલર નીચે રહે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 21 મે, 2022 પેટ્રોલ-ડીઝલના ટેક્સમાં ઘટાડો કર્યો હતો. ત્યારબાદ તેના ભાવમાં ઘટાડો થયો હતો.

Petrol and diesel prices may come down

જનતાને રાહત આપવામાં આવી શકાય

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પેટ્રોલિયમ કંપનીઓને ઘણું નુકસાન થયું હતું, પરંતુ ત્યારબાદ તેનું સેટલમેન્ટ થઈ ગયું છે. તેથી હાલ કંપનીઓ નફો કમાઈ રહી છે. તેથી હવે કેન્દ્ર સરકાર અને કંપનીઓ આગામી જાન્યુઆરી, 2024 માં પેટ્રોલ-ડીઝલના રેટમાં ઘટાડો કરીને જનતાને રાહત આપવામાં આવી શકાય છે

ક્રૂડ ઓઈલના ભાવમાં થયો ઘટાડો

Petrol and diesel prices may come down

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ 5 માસની નીચી સપાટીએ જોવા મળી રહ્યા છે. OPEC પ્લસ ડીલથી ભાવને થોડો ટેકો મળ્યો છે. પરંતુ છેલ્લા 4 દિવસથી તેમાં ઘટાડો આવી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 83 સેન્ટ ઘટીને બેરલ દીઠ 77.20 ડોલર પર બંધ થયું. અમેરિકન તેલ 72 સેન્ટ ઘટીને 72.32 ડોલર પર બંધ થયું

આ તમામ બાબતોને જોતા આગામી સમયમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે. ડિસેમ્બરના અંત સુધીમાં તેના ભાવ બેરલ દીઠ 70 ડોલર પર જઈ શકે છે. તેથી આગામી 2024 જાન્યુઆરીમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 10 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવા પાછળનું કારણ ઓછી માગ છે, જેના કારણે ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

શું સચિનના નામ પર રેલવે સ્ટેશન બન્યું છે ? 

Vivek Radadiya

ભાજપની ભીડ અને મમતાની સરકાર.

Abhayam

કતાર ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામને વધારાના બે દિવસ લંબાવવા માટે સંમત છે.

Vivek Radadiya