Abhayam News
AbhayamNews

ગાંધીનગર : AAP ના કાર્યકરોએ કર્યું એવું કામ કે ભાજપનાં મેયર શોભાના ગાંઠિયા સાબિત થયાં, લોકોમાં ભાજપ સામે ઉગ્ર આક્રોશ

ભાજપના નેતાઓ માત્ર અને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે એની પ્રતીતિ કરાવતો કિસ્સો એ તાજેતરમાં જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે એવા ગાંધીનગરમાં બન્યો હતો. જેમાં ગાંધીનગરના પૂર્વ મેયર રીટાબેન પટેલ ના ઘરની નજીક છેલ્લા ઘણા સમયથી ગટર ઊભરાવાની પેચીદો પ્રશ્ન હતો. જે પ્રશ્ન મેયર પોતે સત્તામાં હોવા છતાં પણ હલ કરી શક્યા ન હતા અને આ પ્રશ્ન છેવટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હલ કર્યો અને ત્યાંથી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સેક્ટર 22 માં મેયરના નિવાસસ્થાન થી થોડે દુર આવેલ પંચશીલ સોસાયટીમાં છેલ્લા બે માસથી ગટર ઊભરાવવાની સમસ્યા હતી. જોકે આ વિસ્તારના રહીશોએ અનેકવાર રજૂઆતો કરી હતી છતાં પણ પ્રશ્ન જૈસે થે રહ્યો હતો. કારણ કે મેયર દ્વારા લોકોની આ રજૂઆતોને સાંભળવામાં આવી ન હતી. અને તેમના આ પ્રશ્નો પ્રત્યે ધ્યાન પણ આપવામાં આવ્યું ન હતું.

સેક્ટર 22 ને ભાજપનો ગઢ માનવામાં આવે છે. મોટાભાગના મેયર આ વિસ્તારમાંથી જ આવેલા છે. છતાં પણ આ વિસ્તારના રહીશો સાથે સત્તાધીશોના ઓરમાયા વર્તનથી લોકોમાં ભાજપ પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રચાર અર્થે નીકળેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે આ વિસ્તારના રહીશોએ પોતાની સમસ્યા રજૂ કરી હતી અને તરત જ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ સમસ્યાને ઉકેલી દીધી હતી. મહિનાઓથી જે સમસ્યાની રજૂઆત કરતી હતી તે સમસ્યા આમ આદમી પાર્ટીના કાર્યકરો એ તરત જ ઉકેલી દેતા હવે આ વિસ્તારના લોકો માં આમ આદમી પાર્ટી પ્રત્યે હકારાત્મક વલણ સર્જાયું છે. ત્યારે ભાજપનો ગઢ ગણાતા સેક્ટર 22 માં હવે લોકો મતદાન દરમિયાન ભાજપને જાકારો આપી આમ આદમી પાર્ટી ને સમર્થન આપે તો પણ નવાઈ નહીં !

Related posts

વિશ્વ માં સર્જાઈ રહ્યો છે કોરોના ની ત્રીજી લહેર નો ડર દરરોજ વધી રહ્યા છે કેસ…

Abhayam

E Shram Card: ઇ-શ્રમ કાર્ડ શું છે ?

Vivek Radadiya

ટોક્યો ઓલિમ્પિકમાં ગુજરાતની આ 6 દીકરીઓ ધૂમ મચાવશે..

Abhayam