Abhayam News
AbhayamGujaratNewsSports

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પરફોર્મન્સ

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પરફોર્મન્સ મોહમ્મદ શમીની શાનદાર બોલિંગથી આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ સતત 7મી વખત જીત મેળવી. ભારતીય ટીમે શ્રીલંકાને 302 રનોના મોટા અંતરથી હરાવી અને ઓફિશ્યલ રીતે સેમીફાઈનલમાં પહોંચનાર ટીમ બની.

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પરફોર્મન્સ

બોલિંગમાં ટીમ ઈન્ડિય માટે શમીએ 5 ઓવરમાં ફક્ત 18 રન આપીને 5 વિકેટ પોતાના નામે કરી. શમીએ આ દમદાર પરફોર્મન્સથી આખા દેશને ખુશ કરી દીધો છે. પરંતુ પડોસી દેશના લોકો શમીની આ સફળતાને નથી પચાવી શકતા અને તેને ધર્મની સાથે જોડીને ભારત અને પીએમ નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
હકીકતે સોશિયલ મીડિયા પર સેફ નામના એક યુઝરે શમીનો વીડિયોને શેર કરતા લખ્યું, “મોહમ્મદ શમી પાંચ વિકેટ લીધા બાદ સજદા કરવા માંગતા હતા. પરંતુ તેમણે તરત પોતાને રોકી લીધો. કારણ કે જે દેશ માટે તે રમી રહ્યા છે ત્યાંના ફેંસમાં ઈસ્લામોફિયા છે. આ મોદીના અધીન આજના ભારતનું સટીક પ્રતિનિધિત્વ કરે છે.”

સેફના આ ટ્વીટને પાકિસ્તાનના પૂર્વ મંત્ર ફવાદ ચૌધરીએ રી-ટ્વીટ કરતા લખ્યું, “પ્રઉડ મોમેન્ટ મોહમ્મદ શમી.” જોરે સેફે જે વીડિયો શેર કર્યો છે તેમાં તેમાં ક્યાંય પણ એવું નથી લાગી રહ્યું કે તે સજદા કરવા માટે ઘુટણ પર બેઠા છે. શમી સેલિબ્રેશન કરવા નીચે બેઠા હતા. જેના બાદ બાકી ખેલાડી તેની પાસે આવી ગયા. તેના ઉપરાંત શમીને ક્યારેય ક્રિકેટ મેદાન પર સજદા કરતા નથી જોવામાં આવ્યા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અમદાવાદ:-આ વિસ્તારને સંક્રમણ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યા…

Abhayam

આવકવેરાના આ નિયમો બદલાઈ ગયા

Vivek Radadiya

આઈટી વિભાગની રેડમાં ઝડપાયું 300થી વધુ કરોડનું બેહિસાબી નાણુ

Vivek Radadiya

1 comment

Comments are closed.