Abhayam News
AbhayamNews

સિદ્ધાર્થ લો કોલેજના એલ.એલ.બીના વિદ્યાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક કોર્ટ મુલાકાત …


સિદ્ધાર્થ લો કોલેજ ખોલવડ કામરેજ ખાતેના એલ.એલ.બી.ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક કોર્ટ વિઝીટ અંગે અનોખી પહેલ ઉભી કરેલ છે તેમણે વઘઈ કોર્ટ અને પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલ હતી. જેમાં છેવાડાના ગામમાં કેવા પ્રકારના કેસો ઉત્પન્ન્ત થાય છે. જે અંગે ત્યાનાં સક્ષમ સતાધીશો દ્વારા વિસ્તૃતિકરણ પૂર્વક માહિતી આપેલ છે.
આ વિઝીટમાં સ્વાગત અધ્યક્ષશ્રી આકાશ ધડુક,વક્તા અધ્યક્ષશ્રી હાર્દિક જીવાણી,અલ્પ આહારના અધ્યક્ષશ્રી મયુર કુકડિયા, પ્રમાણપત્ર અધ્યક્ષશ્રી કાર્તિક રાદડિયા અને પ્રીન્સી જીવાણી તેમજ સરકારી કચેરીમાં સંકલન શ્રી કેતન વાઘાણી અને વિશાલ વસોયાએ કાર્ય અંગે જવાબદારી નિભાવેલ હતી.
ઉપરોક્ત તમામ બાબતો અંગે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી શબાના મેડમ, પ્રો.ડો.જયદેવી રાજ્યગુરુ અને હર હંમેશ કોઈ પણ પરીસ્થિતિ અમારી સાથે રહેતા અમારા મોટાભાઈ અને બહેન સમકક્ષ એવા પ્રો.રઘુવીર સર અને પ્રો.કિરણ મેડમનો સાથ સહકાર તેમજ માર્ગદર્શન મળેલ હતું.

Related posts

એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીને ક્લીન ચિટ? 

Vivek Radadiya

કોરોના મુક્ત થયા દુનિયાના આ 6 દેશ થયા માસ્ક પહેરવાની પણ જરૂર નથી..

Abhayam

શું તમે જાણો છો એક મિનિટમાં ઈન્ટરનેટ પર શું-શું થાય છે?

Vivek Radadiya