Abhayam News
AbhayamNews

* સુરત પોલીસ ની આડોડાઈ થી ભગવાન જગન્નાથ નહી કરે નગર ચર્ચા*

અમદાવાદમાં યાત્રાનો રૂટ યથાવત પણ સુરતમાં 17 કિમીનો રૂટ ઘટાડી પહેલા 3 કિમી કરાયો પછી 700 મીટર કરી દેવાતાં રોષ
છેલ્લી ઘડીએ રૂટ ઘટાડી દેતાં મહંતો અકળાયા, અંતે યાત્રા નહીં કાઢવા નિર્ણય, હવે મંદિરના 200 મીટરના પરિસરમાં જ રથ ફરશે..

અમદાવાદ અને વડોદરામાં રથયાત્રા નીકળશે પણ સુરતમાં પોલીસની આડોડાઇથી ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી શકશે નહીં. સુરતમાં ઇસ્કોન મંદિરની 17 કિમીની રથયાત્રાનો રૂટ ઘટાડી પોલીસે પહેલા 3 કિમી કર્યો હતો, પછી 700 મીટર કરી દેતા મહંતો અકળાયા અને રથયાત્રા નહીં કાઢી રથને ફક્ત 200 મીટરના મંદિર પરિસરમાં ફેરવવાનો નિર્ણય લીધો હતો.

અમે 2.5 કિમીના રૂટમાં રથયાત્રા કાઢતા હતા પરંતુ પોલીસે એ રૂટ ટૂંકો કરવા કહ્યું હતું. પોલીસ વેક્સિનના 2 ડોઝની વાત કરે પણ લોકોને એક ડોઝ પણ નથી મળતો. રથ ખેંચવા 25ની જ મંજૂરી આપી છે. જે શક્ય નથી જેથી રથયાત્રા રદ કરી છે. > મહંત સીતારામ દાસજી, લંકા વિજય મંદિર

શહેરમાં મોટી મોટી રાજકીય મીટિંગો થાય છે ત્યારે આટલી કડક એસઓપી લાગુ નથી પડતી તો રથયાત્રા માટે જ આટલી કડકાઈ કેમ? શું માત્ર રથયાત્રાને કારણે જ કોરોના ફેલાય છે? ઇસ્કોન મંદિરના મીડિયા કન્વિનર દિલીપભાઈએ કહ્યું કે, અગાઉ જગન્નાથ યાત્રા 17 કિમીના રૂટમાં યોજાતી હતી. 15 દિવસ પહેલા અમે ગુજરાત ગેસ સર્કલ સુધી રથયાત્રા માટે મંજૂરી માંગી હતી. જોકે એ સમયે કોઈ ચોક્કસ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ પોલીસે પાલનપુર પાટીયા (3.5 કિમી) સુધી રથયાત્રા કાઢવાનું કહ્યું હતું. જોકે, ગુરૂવારે પોલીસે મોરા ભાગળ સુધી (1 કિમી) ની જ મંજૂરી આપતા ભગવાન જગન્નાથની રથયાત્રા રદ કરવાનો નિર્ણય કરવો પડ્યો હતો.

દેશમાં કોઈ પણ જગ્યાએ અવરજવર કરવા માટે માત્ર 2 વેક્સિન પર્યાપ્ત હોય તો ભગવાનનો રથ ખેંચવા માટે આરટીપીસીઆરની જરૂર કેમ પડી ગઈ. એ સાથે પોલીસે પ્રસાદનું વિતરણ કરવાની પણ ન પાડી હતી. રથયાત્રા દરમિયાન રૂટ પર ભક્તોની હાજરી ન હોવાની પણ વાત પોલીસે કરી હતી.

1 કિમીમાં રથયાત્રા કાઢવા કરતા ન નહીં કાઢીએ એ જ સારું. અગાઉ અમે 200 લોકોની પરવાનગી સાથે રથયાત્રા યોજવા પોલીસને 200 લોકોની યાદી આપી હતી. પરંતુ પોલીસે માત્ર 50 લોકોની જ મંજૂરી આપી છે. 50 લોકો સાથે રથ ખેંચવું મુશ્કેલ છે. એ સાથે રથ ખેંચનારા લોકોએ બંને વેક્સિન લેવાની સાથે સાથે 2 દિવસ પહેલાનો આરટીપીસીઆર રિપોર્ટ પણ માંગવામાં આવ્યા હતા.

પોલીસે આટલા બધા નિયમો બતાવી દીધા કે જેમાં રથયાત્રા કાઢવી મુશ્કેલ છે. રથયાત્રા કાઢવા માટે રથ બનાવી એને કલર કરીને તૈયાર રાખ્યો હતો. પણ પોલીસે વધુ પડતી કડક એસઓપી બતાવતા અમને રથયાત્રા રદ જ કરવી પડી. > ગોપીભાઈ, સચીનની રથયાત્રાના આયોજક


આ વર્ષે તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિયમોના પાલન સાથે નીકળશે જ એવી ધારણા રાખી ભગવાનના રથને ઉત્સાહભેર શણગારાયો હતો પરંતુ યાત્રા રદ થતા ભકતોમાં નિરાશા ફેલાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મુંબઈ મેયરપદના ઉમેદવાર તરીકે રિતેશ દેશમુખ અને સોનું સુદના નામ ચર્ચામાં.

Deep Ranpariya

બિલ્ડર લવજી બાદશાહની પુત્રીના લગ્નમાં કોરોના નિયમના ઘજાગરા ભાજપ નેતા પણ હાજર…

Abhayam

મેકઅપ દૂર કરવા માટે રિમૂવરને બદલે આ કુદરતી વસ્તુઓનો કરો ઉપયોગ

Vivek Radadiya