Abhayam News
Abhayam

14 વર્ષના મયંકે રચ્યો ઇતિહાસ

14 વર્ષના મયંકે રચ્યો ઇતિહાસ KBC માં મયંકે હોસ્ટ અમિતાભ બચ્ચને પૂછેલા તમામ સવાલોના જવાબ આપ્યા હતા અને આ સાથે 1 કરોડ રૂપિયા જીતનાર સૌથી નાની ઉંમરનો કન્ટેસ્ટન્ટ બનીને ઈતિહાસ રચી દીધો હતો.

14 year old Mayank created history

ટેલિવિઝનના સૌથી લોકપ્રિય ક્વિઝ બેઝ્ડ ગેમ શો કૌન બનેગા કરોડપતિની 15મી સીઝન હેડલાઇન્સમાં છે. આ શો થોડા સપ્તાહથી સ્પેશ્યલ કેબીસી જુનિયર્સ વીક હોસ્ટ કરી રહ્યો છે. આ અઠવાડિયાના સોમવાર અને મંગળવારના એપિસોડમાં હરિયાણાના મહેન્દ્રગઢનો 14 વર્ષનો મયંક હોટ સીટ પર પહોંચવામાં સફળ રહ્યો હતો. મયંકે આ દરમિયાન હોસ્ટ અમિતાભ બચ્ચને પૂછેલા તમામ સવાલોના જવાબ આપ્યા હતા અને આ સાથે જ મયંકે 1 કરોડ રૂપિયા જીતનાર સૌથી નાની ઉંમરનો કન્ટેસ્ટન્ટ બનીને ઈતિહાસ રચી દીધો હતો.

14 year old Mayank created history

14 વર્ષના મયંકે રચ્યો ઇતિહાસ

ધોરણ 8માં અભ્યાસ કરતા આ યુવા સ્પર્ધકે શાનદાર ગેમ રમી હતી અને એકપણ લાઇફલાઇનનો ઉપયોગ કર્યા વિના 3.2 લાખ રૂપિયા જીતીને સૌને ચોંકાવી દીધા હતા. તેણે 12.5 લાખ રૂપિયાના સવાલ માટે તેની પ્રથમ લાઇફલાઇનનો ઉપયોગ કર્યો હતો.

1 કરોડ રૂપિયાના મેગા સવાલનો જવાબ આપતાં જ મયંક ભાવુક થઇ ગયો હતો. 1 કરોડ રૂપિયા માટે પ્રશ્ન હતો કે, “કયા યૂરોપીય કાર્ટોગ્રાફરને તે નકશો તૈયાર કરવાનો શ્રેય આપવામાં આવે છે, જેમાં નવા શોધાયેલા ટાપુનું નામ ‘અમેરિકા’ રાખવામાં આવ્યું હતું?”

આ સવાલ માટે મયંકને આપવામાં આવેલા વિકલ્પો હતા: A: અબ્રાહમ ઓર્ટેલિયસ, B: ગેરાર્ડસ મર્કેટર, C: જીઓવાન્ની બટ્ટીસ્ટા એગ્નેસ અને D: માર્ટિન વાલ્ડસિમ્યુલર. સાચો જવાબ: માર્ટિન વાલ્ડસિમ્યુલર.

14 year old Mayank created history

આ સવાલ પર મયંકે પોતાની બાકી બચેલી લાઈફલાઈન ‘આસ્ક ધ એક્સપર્ટ’નો ઉપયોગ કર્યો અને સાચો જવાબ આપ્યો- ‘માર્ટિન વાલ્ડસિમ્યુલર’. મયંકે સવાલનો સાચો જવાબ આપ્યો અને રૂ. 1 કરોડની રકમ જીતનારો જૂનિયર કન્ટેસ્ટન્ટ બની ગયો હતો. ત્યાર બાદ તેણે રૂ. 7 કરોડના સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે ગેમ ક્વિટ કરી દીધી હતી.

હરિયાણાના સીએમે આપી શુભેચ્છાઓ

મયંકને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કેબીસીની એક ક્લિપ શેર કરી હતી, જેમાં મયંક તેના પિતા સાથે વાત કરી રહ્યો હતો. મુખ્યમંત્રીએ તેમને કહ્યું કે, “જીનિયસ”.

14 year old Mayank created history

પિંકવિલાએ મયંકને ટાંકીને જણાવ્યું હતું કે, તે પોતાની જાત પ્રત્યે ખૂબ જ ભાગ્યશાળી અનુભવે છે કે તેને કેબીસી પર પોતાનું નોલેજ પ્રદર્શિત કરવાની તક મળી અને અમિતાભ બચ્ચનની સામે ગેમ રમવાની તક મળી, જેમણે “મને આ સમગ્ર સમય દરમિયાન સતત પ્રેરિત કર્યો હતો.” મયંકે આગળ જણાવ્યું કે, “આટલી મોટી રકમ જીતીને સૌથી નાની વયના સ્પર્ધક બનવું એ મારા અને મારા પરિવાર માટે ગર્વની વાત છે. અમે શોના અને બચ્ચન સરના ખૂબ મોટા ફેન્સ છીએ! હું આ તકે મારા માતાપિતાનો આભાર માનું છું કે જેમણે મને સારું રમવામાં અને 1 કરોડની સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી હતી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

મોત મામલે અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યુ

Vivek Radadiya

પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં ફેરફાર

Vivek Radadiya

હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે- જાણો બીજું શું કીધું….

Abhayam