આમ આદમી પાર્ટી માં સુરત મહાનગરપાલિકા ની ચૂંટણીમાં વૉર્ડ નં. 3 માંથી સૌથી વધુ લીડથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા આજે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભાજપમાં જોડાવા માટે ચૂંટાઈને આવ્યા ત્યારબાદ થી જ ઓફરો કરવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ઋતા દુધાગરાને ભાજપમાં કામરેજના ધારાસભ્ય દ્વારા ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી. 54000 થી વધુ મતોથી અને સૌથી વધુ લીડથી જીત્યા હોવાથી આપ માંથી ભાજપમાં લેવા માટે ઘણી ઓફરો કરી હતી. તેમને 3 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ આજરોજ કરવામાં આવ્યો છે.
મારા પતિ ચિરાગ દુધાગરા કમાતા નથી અને મારા પર જ ઘર ચાલી રહ્યું છે તેથી તેઓ મને ભાજપની ઓફર સ્વીકારવા માટે વારંવાર દબાણ કરતાં હતા. તેઓ વારંવાર કહેતાં હતા ભાજપ સારી ઓફર અને સારી સુવિધા આપે છે તો સ્વીકારી લઈએ. પરંતુ મારા પર ૫૪ હજાર લોકોએ વિશ્વાસ મુક્યો છે તે વિશ્વાસ રાખીને હું આમ આદમી પાર્ટી સાથે જ રહી છું અને રહીશ.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, આ મુદ્દે મારા પતિનું વર્તન ખરાબ હતું અને અમારા વચ્ચે ઘણા ઝઘડા થતાં હતા અને તેના કારણે અમે ૨૧ મેના રોજ ડિવોર્સની કામગીરી કરી હતી અને અમારા ડિવોર્સ પણ થઈ ગયાં છે.
મારા પતિ અને ભાજપના કેટલાક લોકો સતત મને બદનામ કરવો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, મને ભાજપમાંથી જોડાવવા માટે ભાજપના ધારાસભ્ય પાસેથી ત્રણ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…