Abhayam News
AbhayamNews

સુરતમાં “આપ”ને પ્રચંડ જન સમર્થન : 500 જેટલી જુદી-જુદી સોસાયટીઓ, સામાજીક સંસ્થાઓ ..

સુરતની જનતાની હિતની માંગણીઓને લઇને ચાલી રહેલા આમ આદમી પાટીઁના ઉપવાસ ઓદોંલનને હવે એક ચોક્કસ દિશા મળી રહી હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. શહેરમાં અદાંજીત 500 જેટલી જુદી-જુદી સોસાયટીઓ, સામાજીક સંસ્થાઓ,ઘામીઁક સંસ્થાઓ, જુદા-જુદા એસોસીએસન દ્વારા લેખીતમાં સમથઁન જાહેર કરાયુ છે..

સુરત(Surat)માં આપ (AAP) પાર્ટી વિવધ મુદ્દે પાલિકા સમક્ષ સતત વિરોધ દર્શાવી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી આપ પાર્ટીના કોર્પોરેટર (Councilor) અને કાર્યકર્તાઓ દ્વારા પાલિકામાં હોબાળો કરવામાં આવી રહ્યો છે. જે વિરોધ પક્ષના કોર્પોરેટરની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી. આપ પાર્ટી દ્વારા કોર્ટમાં પણ હોબાળો મચાવવામાં આવ્યો હતો. ત્યારે વધુ ત્રણ માગોને લઇને સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા (Leader of the Opposition) ધર્મેશ ભંડેરી ઉપવાસ પર ઉતર્યા છે. તેમની સાથે આપ પાર્ટીના કોર્પોરેટરો પણ જોડાયા છે. ત્યારે વિપક્ષ તરીકે મનપામાં આપ પાર્ટી વધુ સજ્જડ અને સક્ષમ ભૂમિકામાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

આપની ફરિયાદ છે કે સુરત કોર્પોરેશનના તઘલગી શાસકો દ્વારા પોતાના મળતીયાઓને ફાયદો થાય અને જનતા પાણીના બીલ ભરી ભરીને પાયમાલ થઈ જાય એવા નિર્ણય લેવામાં આવ્યા છે, જેના વિરોધમાં વિપક્ષી નેતા અને વિપક્ષના સભ્યો ઉપવાસ પર ઉતર્યા છે. વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીની સાથે ઉપવાસમાં વોર્ડ નં:૩ ના નગરસેવક કનુભાઇ ગેડીયા , વોર્ડ નં:4 ના નગરસેવક ધર્મેન્દ્રભાઇ વાવલીયા અને કાર્યકર્તા અશોકભાઇ ગૌદાની આમ આદમી પાટીઁ સુરતના મુંખ્ય કાયાઁલય, સીમાડા નાકા ખાતેના ઉપવાસ સ્થળ પર ઉપવાસમાં જોડાયા છે. જો આ માગ પર આગામી સમયમાં કોઇ ચોક્કસ નિર્ણય નહીં લેવાય તો આમ આદમી પાર્ટી દ્વારા વધુ ઉગ્ર કાર્યક્રમો આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.

આજે પણ SMC ઓફિસ મુગલીસરા ખાતે આમ આદમી પાટીઁના નગરસેવકો દ્વારા સ્થાયી સમિતીની બેઠક સમયે નિચેના મુદ્દોઓને લઇને મૌન વિરોઘ પ્રદશઁન કરાયુ.

કોપી ફ્રોમ – ગુજરાત મિત્ર

Related posts

આ લોકો ઍ કર્યો કોરોનાના દર્દીના જીવનો સોદો:-અમદાવાદ રાજકોટ, સુરત સહિતનાં શહેરમાં રૂ. 100નું ટેટ્રાસાઇકલ ઇન્જેક્શન રેમડેસિવિરના નામે વેચતા સાત ઈસમને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા…

Abhayam

IPL 2022: 4 ભારતીય દિગ્ગજો આવશે આમને-સામને,10 ટીમોના કેપ્ટન નક્કી…

Abhayam

ભરૂચમાં લવ-જેહાદનો ચોંકાવનારો કેસ

Vivek Radadiya