Abhayam News
AbhayamNews

શું આખું વિપક્ષ જેલમાં જશે?

સુરતમાં પાલિકાની સામાન્ય સભા પહેલાં ‘આપ’ના 2 કોર્પોરેટરની ધરપકડ, 1ની અટકાયત.

‘આપ’ના 27 નગરસેવક સામે રાયોટિંગનો ગુનો નોંધાયેલો છે

આપના તમામ કોર્પોરેટરની ધરપકડ કરાય તો સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે.

સુરત પાલિકાની શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા 27 કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે આપ ના બે કોર્પોરેટર (વોર્ડ નંબર 4ના ધમેન્દ્ર વાવલીયા અને 5ના એ.કે. ધામી)ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે કોર્પોરેટર પાયલ સાકરીયાની તેની ઓફીસથી પોલીસ દ્વારા અટકાયત કરી કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા છે. જો આપના તમામ કોર્પોરેટરની ધરપકડ કરાય તો સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે.

આ પહેલી ઘટનામાં પોલીસે બે કોર્પોરેટર ની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારો છો

Vivek Radadiya

આ ક્વોટામાં ટ્રેન ટિકિટ બુક કરાવશો તો 100 ટકા કન્ફર્મ મળશે

Vivek Radadiya

શું તમે જાણો છો એક મિનિટમાં ઈન્ટરનેટ પર શું-શું થાય છે?

Vivek Radadiya